દાહોદ : ગરબાડા તાલુકાના ભે ગામના નિશાળ ફળિયામાં માસીયાઇ ભાઈ બહેને કોઇ અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મરણ જનાર બંને યુવક-યુવતીએ આવું પગલું શા માટે ભર્યું તે બાબત પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
જિલ્લાના ગરબાડામાં રહેતી 18 વર્ષીય યુવતી તેમજ 17 વર્ષીય યુવક માસિયાઈ ભાઈ-બહેને નજીકના આંબાના ઝાડ પર કાપડના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માસિયાઈ ભાઈ બહેને એક સાથે આત્મહત્યા કરતા પંથકમાં ચર્ચાઓ વહેતી થઇ છે. આ સમગ્ર બનાવની જાણ પરિવારજનોએ પોલીસને કરતા આગળની તપાસ હાથ ધરી છે.