ETV Bharat / state

દાહોદઃ પગપાળા વતન આવતા લોકો માટે આરોગ્ય વિભાગ અને દાહોદ પોલીસ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઈ

રોજગાર ધંધો બંધ થતાં વાપી, સુરતથી પગપાળા ચાલીને દાહોદ આવતા શ્રમિક આદિવાસીઓને પોલીસે નાસ્તો-મેડિકલ ચેકઅપ કરાવી વાહનમાં વતન મોકલ્યા હતા.

vદાહોદઃ પગપાળા વતન આવતા લોકો માટે આરોગ્ય વિભાગ અને દાહોદ પોલીસ તંત્ર દ્વારા નાસ્તાની વ્યવસ્થા
દાહોદઃ પગપાળા વતન આવતા લોકો માટે આરોગ્ય વિભાગ અને દાહોદ પોલીસ તંત્ર દ્વારા નાસ્તાની વ્યવસ્થા
author img

By

Published : Mar 26, 2020, 9:06 PM IST

દાહોદઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લામાંથી રોજગારી માટે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં આવેલા લોકો લોકડાઉનના પગલે ધંધા રોજગાર અને વાહન વ્યવહાર બંધ થવાથી અટવાઈ પડ્યા છે. આ શ્રમિકો પગપાળા વાપી, સુરતથી 500 કિલોમીટર ચાલતા જઈ દાહોદ આવી રહ્યા છે. દાહોદ આવેલા લોકોને પોલીસ પ્રશાસન અને સેવાભાવી લોકો દ્વારા ખાનગી વાહનોની વ્યવસ્થા કરીને તેઓને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે.

દાહોદઃ પગપાળા વતન આવતા લોકો માટે આરોગ્ય વિભાગ અને દાહોદ પોલીસ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઈ
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રોજગારીનો અભાવ હોવાના કારણે હજારો લોકો રોજીરોટી મેળવવા સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, વાપી સહિત મોટા શહેરોમાં જતા હોય છે. સરકાર દ્વારા કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ મુકામે આવેલા આ લોકોને આરોગ્ય વિભાગ અને દાહોદ પોલીસ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમનું મેડિકલ સ્કેનિંગ કર્યા બાદ રાજસ્થાનના બાંસવાડા અને કુશલગઢ પંથકમાં ગાડીઓ કરીને મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.