ETV Bharat / state

દાહોદમાં ભાજપનો વિજય પરચમ લહેરાયો

દાહોદ જિલ્લા પંચાયતને ગલાલીયાવાડ જિલ્લા પંચાયત બેઠક બક્ષીપંચ જાહેર થયા બાદ ભાજપના માજી પ્રમુખ અને બીજેપીના ચાણક્ય કહેવાતા સુધીરભાઈ લાલપુર વાલા તેમજ દાહોદ કોંગ્રેસના ભીષ્મ પિતામહ ગણાતા નેણા સિંહ બાકલિયાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર સુધીરભાઈ લાલપુર વાલા 8,784 મત મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નેણા સિંહ બાકલિયાને 6,770 મત મેળવ્યા છે. આમ સુધીરભાઇ 2,014 મતોથી વિજેતા બન્યા છે.

ભાજપનો વિજય પરચમ
ભાજપનો વિજય પરચમ
author img

By

Published : Mar 2, 2021, 3:28 PM IST

  • બીજેપીના ઉમેદવાર સુધીર લાલપુરવાલા વિજેતા
  • વિજયનો શ્રેય બીજેપીના કાર્યકર્તાને આપ્યો
  • બીજેપી સાથે પ્રજાઓ જોડાયેલી: સુધીર

દાહોદ: જિલ્લા પંચાયતની બેઠક ઉપર વિજેતા બનનાર ભાજપના ઉમેદવાર સુધીરભાઈ લાલપુર વાલાએ જણાવ્યું કે, વિજયનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને સંગઠન અને સૌ શુભેચ્છકોનો છે પણ પુરા દેશ અને ગુજરાતમાં વિકાસની જે લહેર ચાલે છે તે જન સમર્થન ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા નરેન્દ્ર ભાઈ મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લાના રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ, પ્રભારી અમિતભાઈ ઠાકર, રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં ભાજપના વિજયનો પરચમ લહેરાઈ રહ્યો છે.

ભાજપનો વિજય પરચમ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપી વિજેતા થશે: સુધીર

વિજય બનેલા બીજેપી ઉમેદવાર સુધીર લાલપુરવાલાએ વધુમાં જણાવ્યું કે, મતદારો ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી વિજેતા બનશે. ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કામો કરી રહી છે તેની સાથે મતદારો અને પ્રજા પણ જોડાયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.