ETV Bharat / state

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ભાજપમાં ઉમેદવારોનો રાફડો

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખિયો જંગ ખેલાય તેમ લાગી રહ્યું છે. તેવામાં ભાજપમાં જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ૧૨૪ બેઠકો માટે ૧૨૪૦ ઉમેદવારોએ ટિકિટની માગણી કરી હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ભાજપમાં ઉમેદવારોનો રાફડો
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ભાજપમાં ઉમેદવારોનો રાફડો
author img

By

Published : Jan 31, 2021, 5:17 PM IST

  • નગરપાલિકાનાં 9 વોર્ડની 36 બેઠકો માટે 161 ઉમેદવારોએ માંગી ટીકીટ
  • જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે 344 દાવેદારો નોંધાયા
  • તાલુકા પંચાયતની 238 બેઠકો માટે 735 ઉમેદવારોએ માંગી ટીકીટ
    દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ભાજપમાં ઉમેદવારોનો રાફડો

દાહોદ: કોરોના મહામારી વચ્ચે ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે દાહોદ જિલ્લામાં જીલ્લા પંચાયતની 50 બેઠકો, 9 તાલુકા પંચાયતની 238 બેઠકો અને દાહોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે. ચૂંટણીનાં પડઘમ વાગતાં જ વિવિધ રાજકીય પક્ષોનાં આગેવાનો નેતાઓ પોતાના પક્ષને જીતાડવા માટે કામે લાગી ગયા છે.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ યોજી પ્રેસ કોન્ફરન્સ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપનાં દાહોદ જિલ્લાનાં પ્રભારી અમિતભાઈ ઠાકર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં પ્રદિપસિંહ જાડેજાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જિલ્લા નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. આ રિપોર્ટ જિલ્લા સંકલન સમિતિમાં રજૂ થયા બાદ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી પસંદગી કરી આખરી ઓપ આપવામાં આવશે.

124 બેઠકો માટે 1240 દાવેદારો નોંધાયા

દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીમાંથી 344 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જ્યારે ૯ તાલુકા પંચાયતની 238 બેઠકો માટે 735 કાર્યકરોએ ટિકિટ માટે ઉમેદવારીની દાવેદારી કરી છે. જ્યારે દાહોદ નગરપાલિકાને ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનાં 161 ઉમેદવારોએ 9 વોર્ડની 36 બેઠકો પર ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. આમ, દાહોદ જિલ્લામાં ભાજપમાંથી ઉમેદવારોનો રાફડો ફાટયો છે.

ખેડૂતોનાં પ્રશ્રોનું સચોટ પરિણામ લાવીશું: ગૃહપ્રધાન જાડેજા

દાહોદ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કોરીડોર હાઈવે ના વિરોધમાં 14 ગામનાં લોકોએ ઇલેક્શનનો બહિષ્કાર કરવાનાં સંદર્ભે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ બાબત મારા ધ્યાને આવી છે. લોકશાહીની પ્રક્રિયામાં મળતા અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ. અમે ખેડૂતોનાં પ્રશ્નોનું સચોટ પરિણામ લાવીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.