દાહોદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે.(BJP AAP candidates join Congress) ત્યારે ચૂંટણીની સીઝન આવતા જ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પક્ષ પલટાની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે દાહોદના ભાજપ અને આપના અમુક અગ્રણી કાર્યકરો આજે કોંગ્રેસના જોડાયા હતા.
27 વર્ષથી કાર્યકર: ગુજરાત વિધાનસભાના વિરુદ્ધ પક્ષના નેતા સુખરામ રાઠવા એ જણાવ્યું હતું કે, "કોંગ્રેસની જે નીતિ છે એ નીતિને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાના કેટલાક સારા કાર્યકરો કોંગ્રેસમાં આજે વિચારધારાથી જોડાઈ રહ્યા છે." દાહોદના ભારતીય જનતા પાર્ટીના જેવો છેલ્લા 27 વર્ષથી કાર્યકર હતા તેવા ગોપસિંહ લવારા એ જણાવ્યું હતું કે, "હું આજથી કોંગ્રેસ પક્ષ જોઈન્ટ કરી રહ્યો છું. હું છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહ્યો છું. એ ભાજપમાં કાર્યકર્તા તરીકે પ્રાથમિક સભ્ય, અને પાર્ટીના વિવિધ હોદાઓ જેવા કે પૂર્વ બક્ષીપંચ પ્રમુખ, પૂર્વ જિલ્લા સભ્ય તરીકે પણ મેં કાર્ય કર્યું છે. સાથે જ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું છે સાથે ગામના સરપંચ તરીકે પણ હું રહી ચૂક્યો છું. હું બક્ષીપંચ સમાજમાંથી આવું છું."
કોંગ્રેસનું યોગદાન: તેઓએ આગળ જણાવ્યુ હતુ કે, "અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે અનેે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બેધારી નીતિ અપનાવી રહી છે. એના અનુસંધાને મને વિચાર આવ્યો છે કે, અમારા સમાજ માટે પણ સેવાકીય પ્રવૃત્તિ માટે જો એક તક કોંગ્રેસ પક્ષમાંથી મળતી હોય તો કોંગ્રેસનું યોગદાન અમારા બક્ષીપંચ સમાજ માટે મળી રહેશે અને અમારા સમાજનું દિન પ્રતિદિન શૈક્ષણિક વિકાસ થાય આર્થિક વિકાસ થાય એ માટે હું આજે કોંગ્રેસમાં જોડાયો છું."
આજ રોજ કોંગ્રેસ માં જોડાયા તે કાર્યકર્તાઓ ના નામ
- ગોપસીંગભાઈ કેસરસિંહ લવારા (ભારતીય જનતા પાર્ટીના દેવગડબારીયા વિધાનસભાના પ્રભારી)
- ઈશ્વરભાઈ વાખળા (સામાજીક કાર્યકર- આમ આદમી પાર્ટી)
- સુનિલ પર્વતભાઈ પટેલ (યુવા મોર્ચા મંત્રી)
- કલ્પેશભાઈ પ્રતાપભાઈ (સામાજીક કાર્યકર)
- ધીરસિંગભાઈ ભયલાભાઈ પટેલ (સામાજીક કાર્યકર)
- મહેન્દ્રભાઈ પારસીંગભાઈ પટેલ (સામાજીક કાર્યકર)
- સંજયભાઈ અવલસિંહ લવાર (સામાજીક કાર્યકર)