ETV Bharat / state

દાહોદમાં રામ મંદિરના ભૂમિ પૂજન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિત ધાર્મિક સંગઠનો દ્વારા ઉજવણી કરાઇ - Bhumi Pujan of Shri Ram Temple in Ayodhya celebrated by various religious

શ્રી રામ મંદિરના શિલાન્યાસ દરમિયાન દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ધાર્મિક સંગઠનો દ્વારા પૂજા હવન, આરતી, રંગોળી પુરી તેમજ ભગવા ધ્વજ લહેરાવીને આતિશબાજી સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દાહોદ શહેરમાં ભગવાન શ્રીરામના જય જય કારના ગુંજન સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

રામ મંદિરના ભૂમિ પૂજન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિત ધાર્મિક સંગઠનો દ્વારા ઉજવણી કરાઇ

author img

By

Published : Aug 6, 2020, 2:32 AM IST

દાહોદ: અયોધ્યામાં શ્રી રામ ભગવાનના મંદિરના ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે દાહોદ જિલ્લા સહિત શહેરમાં ભક્તજનો દ્વારા ઢોલ-નગારાના તાલે ઉજવણી કરવામાં આવી રહી હતી. દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઢોલ નગારા સાથે નાચગાન કરવામાં આવ્યું હતું. શંખનાદ અને જયશ્રી રામના નારા સાથે આતીશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી.

રામ મંદિરના ભૂમિ પૂજન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિત ધાર્મિક સંગઠનો દ્વારા ઉજવણી કરાઇ

આ સમગ્ર ઉજવણી વચ્ચે શહેરના વિવિધ રાજમાર્ગો પર ભગવા ધ્વજ ધાર્મિક સંગઠનો દ્વારા લગાડવામાં આવ્યા હતાં. શહેરના મંદિરોમાં શ્રીરામ ભગવાનની આરતી પૂજન પણ કરવામાં આવ્યા હતાં. દાહોદ શહેરના પુરબીયાવાડ ખાતે સ્થાનિકો દ્વારા આ વિસ્તારના માર્ગ ઉપર ભવ્ય અયોધ્યાના રામ મંદિરની રંગોળી દોરી આજના દિવસને ઐતિહાસીક દિવસ ગણાવ્યો હતો, ત્યારે શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પણ આજના દિવસે વધાવી લીધો હતો. દાહોદ શહેર સિવાય દેવગઢ બારિયા ઝાલોદ લીમડી ફતેપુરા સુખસર સહિતના વિવિધ વિસ્તારોમાં પણ ઢોલ નગારા વગાડી આતીશબાજી સાથેે ઉજવણી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.