દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર રબારી અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક બારીયાતે તેમના પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓ પાસે માર નહીં મારવા માટે રૂપિયા 40 હજારની માંગણી કરવામાં આવી હતી, જેથી લાંચના રૂપિયા નહીં આપવાની ઇચ્છાથી આરોપીઓના કાકા દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવામાં આવ્યા હતો,
એસીબીમાં પી.એસ.આઈ રબારી અને હાર્દિક બારીયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેથી છોટાઉદેપુર એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, એન્ટી કરપ્શન બ્યુરોના કતવારા પોલીસ સ્ટેશનમાં ગોઠવેલ છટકા પ્રમાણે હાર્દિક બારીયા એ પી.એસ.આઈ આર આર. રબારીના કહેવાથી 39500 લાંચના રૂપિયા લેતી વખતે જ એસીબીની ટીમે હાર્દિકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસીબીની ટ્રેપ સફળ થઇ હોવાની પી.એસ.આઈને ખબર પડતાં તેઓ પોલીસ સ્ટેશન માંથી ભાગી છુટ્યા હતા. એસીબીની ટીમે બનાસંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે,