ETV Bharat / state

દાહોદ સીટી સર્વેનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો - ACB પોલીસ

દાહોદ જિલ્લામાં ACB પોલીસે સીટી સર્વે કચેરીના પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. પટાવાળાએ વાંધા અરજીમાં કામ કરી આપવા માટે રૂપિયા 5,000 લાંચની માગણી કરી હતી.

ETV BHARAT
દાહોદ સીટી સર્વેનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
author img

By

Published : Feb 6, 2020, 5:54 AM IST

દાહોદ: જિલ્લામાં જમીનમાં હિસ્સા માપણીમાં સંમત્તિ ન હોવા છતાં માપણી થયેલી જમીન બાબતે એક જાગૃત નાગરિકે વાંધા અરજી કરી હતી. જે અરજીમાં કામ કરી આપવા અંગે દાહોદ સીટી સર્વે કચેરીના પટાવાળાએ નાગરિક પાસેથી રૂપિયા 5,000 હજાર લાંચની માગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આ લાંચની રકમ આપવાને બદલે દાહોદ ACB પોલીસનો સંપર્ક કરી પટાવાળાને રૂપિયા 4,300ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

દાહોદ સીટી સર્વેનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

જિલ્લાના ઘુઘસ ગામે આવેલા સર્વે નંબર 89 વાળી જમીનો સંમતિ ન હોવા છતાં સર્વે કરવામાં આવ્યો હતો. જેથી જાગૃત વ્યક્તિ આ સંદર્ભે વાંધા અરજી કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ દાહોદ જિલ્લા સીટી સર્વે કચેરીમાં આવ્યો હતા અને આ કચેરીના આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવનારા કૈલાશ નિનામા સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. આ દરમિયાન પટાવાળા કૈલાશે કામ કરી આપવા માટે રૂપિયા 5,000 લાંચની માગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે રૂપિયા 700 આપ્યા હતા. જેથી પટાવાળાએ બાકીના રૂપિયા 4,300 માગણી કરી હતી, પરંતુ જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતો નહોતો. જેથી તેમણે દાહોદ ACB પોલીસનો સંપર્ક કર્યો હતો.

દાહોદ ACBએ બુધવારે દાહોદ સીટી સર્વેની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતુ. આ દરમિયાન પટાવાળા કૈલાશ નિનામા જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 4,300ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ACB કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:દાહોદ સીટી સર્વે કચેરીનું પટાવાળો રૂપિયા 4300 ની લાંચ લેતા છટકામાં ઝડપાયો

દાહોદ, જમીનમાં હિસ્સા માપણીમાં સંમત્તિ ન હોવા છતાં માપણી થયેલ જમીન બાબતે એક જાગૃત નાગરિકે વાંધા અરજી કરતાં આ કામ કરી આપવા બાબતે દાહોદ સીટી સર્વે કચેરીના પટાવાળાએ જાગૃત નાગરિક પાસેથી રૂ.૫૦૦૦ હજારની લાંચની માંગણી કરતાં જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કરતાં આજ કચેરીમાં આ પટાવાળો રૂ.૪,૩૦૦ ની લાંચ લેતા એસીબી પોલીસના ઝટકામાં રંગેહાથે ઝડપાઈ જતાં દાહોદ સીટી સર્વેની કચેરીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતોBody:.

દાહોદ જિલ્લાના ઘુઘસ ગામે આવેલ સર્વે નંબર ૮૯ વાળી જમીનની એક વ્યક્તિના પિતાના કાકાનાઓ સર્વે કરી હિસ્સા માપણી કરાવવાના હોય જે સર્વે નંબર ૮૯માં આ જાગૃત નાગરિકના પિતાનાઓ પણ ભાગીદાર હતા જે જમીનમાં હિસ્સા માપણીમાં સંમતિ ન હોવા છતાં માપણી થઈ હતી. આ સંદર્ભે જાગૃત નાગરિકે વાંધા અરજી આપવાની હોય તા.૦૧.૦૨.૨૦૨૦ ના રોજ જાગૃત નાગરિક દાહોદ જિલ્લા સીટી સર્વે કચેરીમાં આવ્યા હતા અને આ કચેરીમાં આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કૈલાશભાઈ તેરસીંગભાઈ નિનમા પાસે આવીને જાગૃત નાગરિકે આ સંદર્ભે વાતચીત કરી હતી. આ દરમ્યાન આ પટાવાળા કૈલાશભાઈએ કામ કરી આપવા સારૂ રૂ.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ દરમ્યાન જાગૃત નાગરિકે રૂ.૭૦૦ આપ્યા હતા અને જે ૭૦૦ રૂપીયા આ પટાવાળા કૈલાશભાઈએ જે તે સમયે લઈ લીધા હતા અને બાકીના રૂ.૪,૩૦૦ માંગણી કરી હતી પરંતુ જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને ઉપરોક્ત તમામ હકીકતથી એસીબી પોલીસને વાકેફ કરતાં દાહોદ એસીબી પોલીસે આજરોજ દાહોદ સીટી સર્વેની કચેરી ખાતે છટકુ ગોઠવ્યું હતુ. આ દરમ્યાન પટાવાળા કૈલાશભાઈ તેરસીંગભાઈ નિનામા જાગૃત નાગરિક પાસેથી રૂ.૪,૩૦૦ ની લાંચ લેતા આજ કચેરીમાં આબાદ ઝડપાઈ જતાં આ કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે દાહોદ એસીબી કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલાએ કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.