- અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 1નું મોત જ્યારે 3 યુવકો ઘાયલ
- ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
દાહોદઃ શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર ટ્રેક્ટર, બાઇક અને સ્કોર્પિયોના અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 યુવકો ઘાયલ થયા હતા.બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો
દાહોદ શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ નજીક ટ્રેકટર ચાલકે વળાંકમાં ટર્ન લેતા બાઇક સાથે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેથી બાઈક પર સવાર 4 યુવકો પૈકી એક યુવક પાછળથી આવેલી સ્કોર્પિયો ગાડી નીચે ચગદાઈ જતાં મોત નીપજ્યું હતું. આ વિચિત્ર ઘટનાને લઇને લોકટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકટોળા ઉમટતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.