દાહોદઃ લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં લીમડીથી ખાનગી પેસેન્જરો ભરીને આણંદ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બનસો અકસ્માત સર્જાયો હતો. જેમાાં એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અન્ય 15થી વધુ પેસેન્જરો ઈજાગ્રસ્ત થયાં છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને ફરિયાદ લખવાની તજવીજ હાથ ધરી હતી.