શહેરના ગોદી રોડ ધ્રુમિલ પાર્ક સોસાયટીના રહેવાસી અને ભવાની ટ્રેડર્સના દુકાનના વેપારી લીલારામ અને તેમના પુત્ર ભગવાનદાસ અને અન્ય બે લોકો સાથે ગાડી લઇ પેરોલી ખાતે દર્શનાર્થે ગયા હતાં, ત્યાંથી પરત આવતા સમયે દાહોદ તાલુકામાંથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા જેકોટથી પસાર થઇ રહ્યા હતા અને સામેથી અચાનક રેકડી આવી જતાં તેને બચાવવા જતા ફોરવ્હીલ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર ડિવાઇડર સાથે અથડાતાં ગાડીમાં સવાર લીલારામનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઉપરાંત ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે ભરપોડા અને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં દાહોદ તાલુકા પોલીસ મથકે થતાં PSI પી.એમ મકવાણા અને તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ ઉપરાંત મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતાં. આ ઘટનાને લઇને પોલસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.