દાહોદઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. રાજ્ય સરકાર કોરોના વાઇરસના વધી રહેલા કેસોને ડામવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ તેમજ સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર રામ ધડુક ઉપર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દાહોદ શહેરમાં આરોગ્ય પ્રધાનના પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી.
આપના કાર્યકરો આરોગ્ય મંત્રીના પૂતળા સાથે માર્ગ પર વિજય રૂપાણી હાય-હાયના સૂત્રોચ્ચાર કરતા ડો. બાબાસાહેબ આંબેડકર આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોને રોકી પોલીસ વિભાગ દ્વારા કાર્યકરો પાસેથી આરોગ્ય પ્રધાન કાનાણીના પૂતળું છીનવી લેવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ભાજપ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહેલ આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી પોલીસવાનમાં શહેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.