73માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી લીમખેડા તાલુકાના હાથીધરા ગામે ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સુચારૂરીતે સંપન્ન થાય તે માટે આ રીહર્સલ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના રીહર્સલ કાર્યક્રમમાં કલેકટર વિજય ખરાડીએ ધ્વજવંદન કર્યુ હતું. જિલ્લાના પોલીસ વડા હિતેશ જોયસરની આંગેવાનીમાં જવાનોએ પોલીસ પરેડ તથા સલામી માટેનું રીહર્સલ કર્યુ હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે યોજાનારા સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું રીહર્સલ યોજાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શન કર્યુ હતું. નૃત્ય પ્રદર્શન કરનાર વિધાર્થીઓને કલેક્ટરશ્રીએ બિરદાવ્યાં હતાં અને સ્વાતંત્ર દિને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા જણાવ્યું હતું.
આ સમ્રગ કાર્યક્રમ વ્યવસ્થિત યોજાય તે માટે કલેક્ટરે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરે સમ્રગ કાર્યક્રમની વ્યવસ્થા બાબતે નિરીક્ષણ કરી જરૂરી સુધારાઓ આયોજકોને સૂચવ્યા હતા.રીહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ અને વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.