ETV Bharat / state

દાહોદના આરોગ્ય કર્મચારી કોરોનાથી સ્વસ્થ થતાં પુષ્પવૃષ્ટિ સાથે હોસ્પિટલમાંથી રજા અપાઈ

દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના એક કર્મચારીને એક પખવાડિયા પૂર્વે કોરોના વાઇરસ લાગુ પડ્યા બાદ 28 એપ્રિલના રોજ તેઓ સ્વસ્થ થઇ જતાં ઝાયડસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. કલેક્ટર વિજય ખરાડી સહિત આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા હતા. તેમજ તેમના સહકર્મચારીઓએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી. બાદમાં હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી.

દાહોદના આરોગ્ય કર્મચારી કોરોનાથી સ્વસ્થ થતા પુષ્પવૃષ્ટિ સાથે હોસ્પિટલમાંથી રજા અપાઇ

author img

By

Published : Apr 28, 2020, 7:57 PM IST

દાહોદઃ દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના એક કર્મચારીને એક પખવાડિયા પૂર્વે કોરોના વાઇરસ લાગુ પડ્યા બાદ 28 એપ્રિલના રોજ તેઓ સ્વસ્થ થઇ જતાં ઝાયડસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. કલેક્ટર વિજય ખરાડી સહિત આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા હતા. તેમજ તેમના સહકર્મચારીઓએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી. બાદમાં હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી.

દાહોદના આરોગ્ય કર્મચારી કોરોનાથી સ્વસ્થ થતા પુષ્પવૃષ્ટિ સાથે હોસ્પિટલમાંથી રજા અપાઇ
દાહોદના આરોગ્ય કર્મચારી કોરોનાથી સ્વસ્થ થતા પુષ્પવૃષ્ટિ સાથે હોસ્પિટલમાંથી રજા અપાઇ

જિલ્લાના લિમડી ખાતે રહેતા અને જિલ્લા આરોગ્ય તંત્રમાં હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સબુરભાઇ પણધાની ઇન્સ્ટિટ્યુશન ક્વોરન્ટાઇન સેન્ટરમાં ફરજ પર હતા, એ દરમિયાન કોરોનાગ્રસ્ત એક બાળકીના સંપર્કમાં આવવાથી તેમને પણ ચેપ લાગ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ ૧૩ એપ્રિલના રોજ પોઝિટિવ આવતાની સાથે જ જિલ્લાની ઝાયડસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દાખલ થયા બાદના આઠ દિવસ સુધી કોરોના પ્રકોપ તેમના શરીર પર રહ્યો હતો. તેમને સખત તાવ, શરદી થયા હતા. એ દરમિયાન તેમને બે વખત ઓક્સિઝન આપવામાં આવ્યો હતો. તેઓ સીકલસેલ ડિઝીસીઝ ધરાવતા હતા. પરંતુ આઠમાં દિવસથી તેમની તબિયત સુધરતા તેમણે પોતાની શારીરિક ક્ષમતા તથા આરોગ્ય સેવાના સહયોગથી કોરોના વાઇરસને માત આપી હતી.

તેઓને દાખલ કરાયાના ૧૪માં દિવસે કરાવેલો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ૧૫માં દિવસે પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે પણ નેગેટિવ આવ્યા હતો. બન્ને દિવસના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. કારણ કે, સબુરભાઇ પણધા જિલ્લાના એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમને કોરોના વાઇરસ લાગુ પડ્યો હતો. ઇન્દોરની બાળકી મુસ્કાનને વડોદરાથી રજા અપાયા બાદ જિલ્લાના આ બીજા દર્દી પણ સાજા થઇ ગયા છે. અહીંની સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા, અધિક્ષક ડો. ભરત હઠીલા સહિતના અધિકારીઓએ સબુરભાઇના ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી અને બાદમાં તાળીઓના ગડગડાટથી સબુરભાઇના કોરોના વાઇરસ સામેની જીતને વધાવી લીધી હતી. કોરોના સામે સાવચેતી રાખવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ કેમ જરૂરી છે ? એ બાબત પણ અહીં નોંધવી જોઇએ. ઇન્દોરથી આવેલી મુસ્કાન નામની બાળકીને જ્યારે, ક્વોરન્ટાઇન સેન્ટર ઉપર લઇ જવામાં આવી ત્યારે, ત્યાં ફરજ ઉપર રહેલા સુબરભાઇએ વ્હાલથી બાળકીને બોલાવી અને કપાળ ઉપર હાથ ફેરવ્યોને કોરોના લાગુ પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.