દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ મિતલ, જોસના, નીલમ અને પાયલ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.
બાળકીઓના કપડાં મળી આવતાં ગ્રામજનોએ તળાવમાં તેમની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તળાવમાંથી તમામ 4 બાળકીના મૃતહેબ મળી આવ્યો છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.