દાહોદઃ સોમવારે જિલ્લામાં એક સાથે 16 કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ 116 જેટલાં કેસો દાહોદ શહેરમાંથી નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા 184 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ પૈકી 168 લોકોના રિપોર્ટ નેગેટિવ અને 16 પોઝિટિવ આવ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાંથી વધુ 6 દર્દીઓ કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે. હાલ દાહોદ જિલ્લામાં કોરોનાના 80 સક્રિય કેસ છે.
દાહોદ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 151
- કુલ સક્રિય કેસ - 80
- કુલ ડિસ્ચાર્જ - 65
- કુલ રિપોર્ટ - 8503
આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સરકારી ક્વોરેન્ટાઇન તેમજ હોમ ક્વોરેન્ટાઇન કરી કુલ 8503 લોકોના સેમ્પલ એક્ત્ર કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યાં હતાં. જે પૈકી 8211 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ કુલ 157ના રિપોર્ટ આવવાના બાકી છે. જો કે, દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ 151 કેસો નોંધાયા છે. જેમાંથી 65 લોકો કોરોના મુક્ત થતા તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ 80 કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.