- સેલવાસ ગ્રીનલેન્ડ હોટેલ પર મહિલાઓનો આક્રોશ
- મામલતદારે દરમ્યાનગીરી કરી મામલો થાળે પડ્યો
- દિલીપ તલાટીનું નામ FIR માં હોવાથી મહિલાઓનો આક્રોશ
દાદરા નગર હવેલી (સેલવાસ) : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ સતત તણાવભરી સ્થિતિ ઉત્પન્ન થઇ રહી છે. બુધવારે મોહન ડેલકર સમર્થિત મહિલાઓએ હોટેલ ગ્રીનલેન્ડ પર પહોંચી હોટેલ બંધ કરવા અને હોટેલના માલિક દિલીપ તલાટી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મોહન ભાઈની આત્મહત્યા પ્રકરણની FIRમાં જે 9 નામ છે તેમાં એક નામ દિલીપ તલાટીનું છે.
![મહિલાઓનો આક્રોશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-02-hotel-akrosh-vis-gj10020_17032021145423_1703f_1615973063_812.jpg)
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની SIT દ્વારા તપાસ કરાશે
તલાટીની અરેસ્ટ કરવાની માંગ
બુધવારે ડેલકર સમર્થિત મહિલાઓએ દિલીપ તલાટીની હોટલ ગ્રીન લેન્ડના મેઇન દ્વાર પાસે ચક્કાજામ કરી દિલીપ તલાટીને એરેસ્ટ કરોના નારા લગાવ્યા હતાં. મહિલાઓએ જ્યાં સુધી દિલીપ તલાટીને એરેસ્ટ કરવામાં નહિ આવે ત્યાં સુધી હોટલ ચાલવા નહિ દે તેવી ચીમકીઓ આપી હતી.
![મહિલાઓનો આક્રોશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-02-hotel-akrosh-vis-gj10020_17032021145423_1703f_1615973063_372.jpg)
આ પણ વાંચો : મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માંગ કરી
મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું
મોહનભાઈની આત્મહત્યા બાદ પ્રદેશના 9 લોકો સામે મુંબઈ મરીન ડ્રાઈવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં દિલીપ તલાટી નું પણ નામ છે. જેને લઈને મહિલાઓએ આ વિરોધ કર્યો હતો. જે દરમિયાન સેલવાસ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે હોટલ પર પહોંચી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ સેલવાસ મામલતદાર તીર્થ શર્માને થતા તેણે પણ ઘટના સ્થળે આવી મહિલાઓને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
![મહિલાઓનો આક્રોશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-02-hotel-akrosh-vis-gj10020_17032021145423_1703f_1615973063_240.jpg)
હાલ સમગ્ર મામલો થાળે પડી ગયો છે : મામલતદાર
આ અંગે મામલતદાર તીર્થ શર્માએ જણાવ્યું હતું કે, મોહનભાઈને ન્યાય મળે તે માટે મહિલાઓએ હોટેલ પર પોતાના આક્રોશ સાથે પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેઓને સમજાવી પરત રવાના કરાઈ હતી. આ અંગે મામલતદાર તીર્થ શર્માએ જણાવ્યું હતું કે, મોહનભાઈને ન્યાય મળે તે માટે મહિલાઓએ હોટેલ પર પોતાના આક્રોશ સાથે પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેઓને સમજાવી પરત રવાના કરાઈ હતી. હાલ સમગ્ર મામલો થાળે પડી ગયો છે.