મધબન ડેમના કુલ 10 દરવાજા પૈકી 2 દરવાજાને 0.4 મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. જે દરમિયાન દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના ગામડાઓ માટે ચેતવણી રૂપે નદીના પટમાં કે નજીક જવાનું ટાળવાની જાણ દાદરા નગર હવેલી જિલ્લા આફત વ્યવસ્થાપન સત્તામંડળે કરી હતી.
![Dadra nagar haveli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-03-05july-water-release-photo-gj10020_05072019230814_0507f_1562348294_449.jpg)
મધુબન ડેમમાં જૂલાઇ મહિનાનું 72 મીટરનું લેવલ મેળવી લેતા 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં આવેલા મધુબન ડેમમાં આ વખતે ઉનાળા દરમિયાન પાણીનું લેવલ ખૂબ જ ઘટી ગયું હતું. ત્યારે ચોમાસા પહેલા પાણીનું લેવલ 63 મીટરે આવી ગયું હતું.
દાદરા નગર હવેલીમાં ત્રણથી ચાર દિવસના ભારે વરસાદ બાદ 72 મીટરની જળસપાટીએ પહોંચતા વધારાનું 3 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને દમણગંગા નદીની જળસપાટીમાં પણ વધારો નોંધાયો હતો.