ETV Bharat / state

દાદરા નગર હવેલીની દપાડા ગર્લ્સ હોસ્ટેલના રસોડામાં કુકર ફાટતા 4 લોકો ઘાયલ

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત દપાડા ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈઘરમાં અચાનક કુકર ફાટતા ત્રણ વિદ્યાર્થીની અને મહિલા કુક દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ગર્લ્સ હોસ્ટેલમાં કૂકર ફાટવાની આ ઘટના પહેલા પણ બની ગઇ છે.આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સેલવાસઃ
dadra
author img

By

Published : Nov 29, 2019, 2:29 AM IST

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત દપાડા ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈઘરમાં કુકર ફાટવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં સાંજના સમયે રસોઈઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક કુકર ફાટતા મહિલા કુક સોનમબેન બાબુભાઇ સહિત ત્રણ વિદ્યાર્થિનીઓમાં યોગિતાબેન રાજુ કુરકુટીય, વંદનાબેન પરશુભાઈ, ચંદનબેન શંકર ચૌધરી દાઝી ગયા હતા. જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતાં.

દાઝી ગયેલી ત્રણ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઇજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે મહિલા કુક સોનમબેનની હાલત નાજુક હોવાને કારણે વધુ સારવાર અર્થે
હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ દરમિયાન સંઘપ્રદેશના ખાનવેલ, કૌચા, નરોલી, રૂદાનામાં પણ શાળાઓમાં કુકર ફાટવાની ઘટનાઓ બની હતી. જે તે સમયે નરોલી ગામના સરપંચે પ્રસાશનને હલકી કક્ષાના કુકર આપ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ ગુરુવારે ફરી હોસ્ટેલમાં કુકર ફાટવાની ઘટના બની હતી. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠી છે.

Intro:Location :- સેલવાસ

File અને નેટ ફોટો

સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત દપાડા ગર્લ્સ હોસ્ટેલ ખાતે રસોઈઘરમા અચાનક કુકર ફાટતા ત્રણ વિદ્યાર્થીની અને મહિલા કુક દાઝી ગયી હતી. જેઓને સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં કૂકર ફાટવાની આ ઘટના પહેલા પણ શાળામાં હલકી ક્વોલિટીના કૂકર આપ્યા બાદ તે ફાટયા હોવાની ઘટના બની ચુકી હોય. આ ઘટના બાદ વાલીઓમાં આક્રોશ વ્યાપ્યો છે.Body: પ્રાપ્ત વિગત અનુસાર દપાડા ગર્લ્સ હોસ્ટેલમા સાંજના સમયે રસોઈઘરમા રસોઈ બનાવતી વખતે અચાનક કુકર ફાટતા મહિલા કુક સોનમબેન બાબુભાઇ સહિત ત્રણ વિદ્યાર્થિનીઓમા યોગિતાબેન રાજુ કુરકુટીય, વંદનાબેન પરશુભાઈ, ચંદનબેન શંકર ચૌધરી ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતા.

જેમા ત્રણ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઇજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામા આવી હતી. મહિલા કુક સોનમબેનની હાલત નાજુક હોવાને કારણે વધુ સારવાર અર્થે હોસ્પીટલમા દાખલ કરવામા આવી છે. આ ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓમા દોડધામ મચી ગયી હતી અને તાત્કાલિક હોસ્પીટલ પર પોહચી ગયા હતા

Conclusion:ઉલ્લેખનીય છે કે ગત વર્ષ દરમ્યાન સંઘપ્રદેશના ખાનવેલ, કૌચા, નરોલી, રુદાનામા પણ શાળાઓમા કુકર ફાટવાની ઘટનાઓ બની હતી. જે તે સમયે નરોલી ગામના સરપંચે પ્રસાશનને હલ્કી કક્ષાના કુકર આપ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ ગુરુવારે ફરી હોસ્ટેલમા કુકર ફાટવાની ઘટના બની છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠી છે.

File photo.. કૂકર ઇમેજ નેટ પરની છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.