સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામના હોટેલ માલિક વિજયસિંહ રાઠોડના કોરોના પોઝિટિવ કેસ આવ્યાં બાદ આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા તમામને શોધી તેમને ક્વોરોન્ટાઇન કરી સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જેમાં 30 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
આ ઘટના બાદ પ્રશાસન દ્વારા નરોલી અને ધાપસા ગામને સંપૂર્ણ લોકડાઉન કર્યા બાદ પોઝિટિવ દર્દીના નિવાસસ્થાને થી 3 કિલોમીટરની ત્રિજયાના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન અને તેની આસપાસના 5 કિલોમીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરી તમામ આવાગમન રોકી દેવામાં આવ્યું છે.
પ્રશાસન દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા બાદ લોકોને આવશ્યક દૂધ, શાકભાજી, કરિયાણું, મેડિકલ સેવા માટે હોમડિલિવરી શરૂ કરી છે. જે માટે આ વિસ્તારના કરિયાણાના વેપારી, શકભાજીવાળા ફેરિયા, મેડિકલ સ્ટોર્સ, આરોગ્ય કર્મચારીઓને ખાસ પાસ આપ્યા છે. એ લોકો જ આ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓની ફોન પર વિગતો લઈ ઘર સુધી પહોંચાડશે. આરોગ્ય વિભાગ દ્વારા નરોલીના 6980 ઘરને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવ્યા છે. જ્યારે 40 હજાર ઘરને બફર ઝોનમાં સામેલ કર્યા છે.