ઉમરગામ GIDCમાં આવેલી અપાર ઇન્ડસ્ટ્રીઝની સ્ટાફ બસ પોતાના 15 જેટલા સ્ટાફને લઈને કંપની તરફ પરત આવી રહી હતી. ત્યારે આગળ જતાં એક હાઈડ્રા ક્રેનને બસના ડ્રાઇવરે ગફલતભરી રીતે ઓવરટેક કરવા જતા આગળ આવતા બાઇક ચાલકને જોઈને ગભરાઈ ગયો હતો અને ગભરાટમાં સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દેતા ક્રેનના આગળના ભાગ સાથે બસનો અકસ્માત સર્જાઈ ગયો હતો.
અકસ્માતના પગલે કંપનીની બસ પલટી મારી ગઈ હતી. બસ પલટી મારવા છતાં તેમાં સવાર 15 જેટલા કર્મચારીઓનો ચમત્કાર બચાવ થયો હતો. બસમાં આગળના ભાગે કાચને નુકસાન થયું હતું. જ્યારે બસ પલટી મારી જતાં અન્ય પાર્ટ્સને પણ નુકસાન થયું હતું. જ્યારે કોઈપણ કર્મચારીને ઈજાઓ નહીં થવાનું કંપનીના મેનેજરે જણાવ્યું હતું.