સેલવાસ : કોરોના સંકટ સમયે સમગ્ર દેશ અને દુનિયા એક બનીને તેને નેસ્તનાબૂદ કરવામાં પડ્યાં છે. ત્યારે જેમ નેપાળ, પાકિસ્તાન અને ચીન ભારત સરહદને લઈને વિવાદ છેડી રહ્યાં છે. એવો જ વિવાદ ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ પ્રશાસનમાં છેડાયો છે. ભારતના અભિન્ન અંગ હોવા છતાં દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસન જાણે ભારતના જ ન હોય તેવા તુમાખીભર્યા નિર્ણયો કરી રહ્યું છે. જેનો ભોગ ગુજરાતના વલસાડ જિલ્લાના સરહદી ગામ મેઘવાળના લોકો બની રહ્યાં છે.
બે ગામનો પરોણો ભૂખ્યો રહેઃ ગામ ગુજરાતનું કે દાદરાનગરહવેલીનું એ મુદ્દે મેઘવાળ ગામનો ઘાટ જોકર જેવો બન્યો - lockdown
લૉક ડાઉનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન માનવતાહીન અને તુમાખીભર્યા નિર્ણયોને કારણે સ્થાનિક લોકો માટે અને ગુજરાતના સરહદી વિસ્તારના લોકો માટે મુસીબતોનું પ્રશાસન બન્યું છે. પ્રશાસનના નિંર્ણયને કારણે દાદરા નગર હવેલીમાં વચ્ચોવચ્ચ આવેલા મેઘવાળ ગામમાં લોકો રોજગારી, રાંધણ ગેસ અને વીજળીની સુવિધા વિના જ લોકડાઉનના દિવસો પસાર કરી રહ્યાં છે.
બે ગામનો પરોણો ભૂખ્યો રહેઃ ગામ ગુજરાતનું કે દાદરાનગરહવેલીનું એ મુદ્દે મેઘવાળ ગામનો ઘાટ જોકર જેવો બન્યો