દાદરા નગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હસ્તે ભૂમિપૂજન કરેલ મેડિકલ કોલેજમાં વર્ષ 2019-20ના પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો 27મી જૂનથી પ્રારંભ કરાયો છે.મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં MBBS માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમની ઓફિસિયલ વેબસાઈટ http://vbch.dnh.nic.in/MedicalCollegeDNH/Home.aspx પર જઇ અરજી કરી શકે છે.
આ ઉપરાત પ્રવેશપ્રક્રિયા સંબંધી તમામ જાણકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ કોલેજનું પ્રથમ સત્ર તારીખ 1લી ઓગસ્ટ 2019 થી કોલેજ નિયમિતરૂપે શરૂ થશે. તો કોલેજમાં MBBSના પ્રથમ વર્ષની પ્રવેશપ્રક્રિયા માટે 27મી જુન 2019થી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. જેની છેલ્લી તારીખ 1લી જુલાઇ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન 28મી જૂન 2019 થી 2જી જુલાઈ 2019 સુધી મેડિકલ કોલેજ સાયલી ખાતે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે આપેલી કોલેજમી ભેટ આ પ્રદેશના વિદ્યાર્થીઓ માટે ડોકટર બનવાના સપનાને સાકાર કરવા માટે અતિ મહત્વની ભેટ માનવામાં આવે છે. આ પહેલા આ વિસ્તારના વિદ્યાર્થીઓએ ગુજરાત કે અન્ય રાજ્યમાં તબીબી અભ્યાસ માટે જવું પડતું હતું. અને તેમાં પણ ગણતરીની જ સીટ તેમને મળતી હતી.