સેલવાસઃ દેશભરમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે, આ લોકડાઉન દરમિયાન લોકો સાવચેતી રાખે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી શકે તે માટે ખાસ નિયમ અમલી બનાવવામાં આવ્યા છે.
આ અંગે સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં એક મોબાઈલવાન દ્વારા લોકોને કોરોના વાઈરસ અંગે જાગૃત કરવા સાથે આગામી દિવસોમાં તમામ શાકભાજી-કરિયાણાની અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો માટે ખાસ ઓડ અને ઇવન કોડ અમલી બનાવ્યો છે. જેમાં જે તે રજીસ્ટર્ડ દુકાનદારોના જે રજિસ્ટ્રેશન કોડ છે તેનો છેલ્લો અંક એકી સંખ્યામાં છે. તો તે દુકાનદાર વેપારીઓએ તેમની દુકાનો તે તારીખમાં ખોલવી અને જેમના રજિસ્ટ્રેશનનો છેલ્લો અંક બેકી સંખ્યામાં છે, તેણે બેકી સંખ્યાવાળી તારીખોમાં પોતાની દુકાનો ખોલવાની રહેશે. જેનું કોઈપણ વેપારી ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.