પાટનગર સેલવાસ નજીક આવેલ આમલીની સોગો ઇનોવેટિવ નામની પ્લાસ્ટિકનો સામાન બનાવતી કંપનીમાં શુક્રવારે બપોરે આગ લાગતાં જ આસપાસની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ સેલવાસના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.
જો કે કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો અને તૈયાર માલ મોટીમાત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. જેથી વાપી GIDC અને પાલિકા વિસ્તારના ફાયર ફાયટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. બે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.