ETV Bharat / state

સેલવાસ નગરપાલિકાએ ગેરકાયદેસર દુકાનોનું દબાણ હટાવ્યું - સેલવાસ ન્યૂઝ

સેલવાસ: સંઘપ્રદેશ સેલવાસમાં નગરપાલિકા દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાલિકાના સત્તાધીશો દ્વારા ગેરકાયદેસર બનાવેલી દુકાનો, દુકાનો આગળ બનાવેલ ઓટલાને દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. જે બાદ આ ગેરકાયદેસર બાંધકામ નહીં હટાવતા ગુરુવારે પાલિકાની ટીમે બુલડોઝર વડે તમામ ગેરકાયદેસર બાંધકામને હટાવ્યું હતું.

selwas
સેલવાસ
author img

By

Published : Nov 28, 2019, 11:26 PM IST

સેલવાસ નગરપાલિકા દ્વારા પંચાયત માર્કેટમા ગેરકાયદેસર કરવામા આવેલા બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચાયત માર્કેટમાં કેટલીક દુકાનવાળાએ આગળના ભાગે વધારાનુ બાંધકામ કરી દીધુ હતું. જેના માલિકને પાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ દુર કરાયું નહોતું. જેથી પાલિકા ઇજનેરની અઘ્યક્ષતામાં પોલીસ બંદોબસ્ત સાથે આ સરકારી જગ્યામાં વધારાની દુકાન બનાવવામાં આવતા ડિમોલિશન કરવામા આવ્યું હતું. પાલિકાની ટીમે 14 દુકાનોના વધારાનો પેસેજ દુર કરવા ઉપરાંત નવી પંચાયત માર્કેટમા 39 દુકાનોના માલિકોએ વધારાનુ બાંધકામ કરેલું તેને દુર કરવામા આવ્યું હતું.

આ ઉપરાંત ગેરકાયદેસર બનાવવામાં આવેલી 6 દુકાનનું ડિમોલિશન કરવામા આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પાલિકાના ઈજનેર અનિલભાઈ ભટ્ટ, પાલિકાની ટીમ પોલીસની ટીમ ઉપસ્થિત રહી હતી. માર્કેટમાં ડિમોલિશન હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Intro:Location :- સેલવાસ

સેલવાસ :- સંઘપ્રદેશ સેલવાસમાં નગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયુ હતું. પાલિકાના સત્તાધીશો દ્વારા ગેરકાયદેસર બનાવેલ દુકાનો, દુકાનો આગળ બનાવેલ ઓટલને દૂર કરવા નોટિસ બજાવી હતી. જે બાદ આ ગેરકાયદેસર બાંધકામ નહીં હટાવતા ગુરુવારે પાલિકા ની ટીમે બુલડોઝર વડે તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યું હતું.Body:સેલવાસ નગરપાલિકા દ્વારા પંચાયત માર્કેટમા ગેરકાયદેસર કરવામા આવેલ બાંધકામને તોડી પડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પંચાયત માર્કેટમાં કેટલીક દુકાનવાળાએ આગળના ભાગે વધારાનુ બાંધકામ કરી દીધુ હતું. જેના માલિકને પાલિકા દ્વારા ત્રણ વખત નોટીસ આપવા છતા પણ ગેરકાયદેસર બાંધકામ દુર કરાયું નહોતું. જેથી પાલિકા ઇજનેરની અઘ્યક્ષતામા પોલીસ બંદોબસ્ત સાથે આ સરકારી જગ્યામા વધારાની દુકાન બનાવવામા આવેલ તેનું ડિમોલિશન કરવામા આવ્યું હતું. પાલિકાની ટીમે 14 દુકાનોના વધારાનો પેસેજ દુર કરવા ઉપરાંત નવી પંચાયત માર્કેટમા 39 દુકાનોના માલિકોએ વધારાનુ બાંધકામ કરેલ તેને દુર કરવામા આવ્યુ હતુ.

એ સિવાય 6 દુકાન ગેરકાયદેસર બનાવવામા આવેલ એને આખી ડિમોલિશન કરવામા આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પાલિકાના ઈજનેર અનિલભાઈ ભટ્ટ,પાલિકાની ટીમ પોલીસની ટીમ ઉપસ્થીત રહી હતી.Conclusion:માર્કેટમાં ડિમોલિશન હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.