ETV Bharat / state

સેલવાસના મસાટ ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમા આગ લાગતા દોડધામ

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા આવેલી પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીમા મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગની પાંચ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

fire
સેલવાસ
author img

By

Published : Aug 17, 2020, 5:17 PM IST

સેલવાસ: દાદરા નગર હવેલીમાં આવેલા મસાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા પ્લાસ્ટિકના દાણા બનાવતી સિદ્ધિ પ્લાસ્ટ કંપનીમા રવિવારની મધ્યરાત્રીએ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગની ઘટના અંગે આજુબાજુની કંપનીના લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને ફોન કર્યો હતો.

પાંચ કલાકની જેહમત બાદ આગ પર કાબુ
પાંચ કલાકની જેહમત બાદ આગ પર કાબુ

સેલવાસ, ખાનવેલ, આલોક તેમજ વાપીથી પણ અંદાજીત 9 જેટલી ફાયરની ગાડી બોલાવવામા આવી હતી. 5 કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. કંપનીના ગોડાઉનમા અને શેડમા પ્લાસ્ટિકના દાણાનો સ્ટોક રાખવામા આવ્યો હતો. તે બધો માલ બળીને ખાખ થયો હતો.

પ્લાસ્ટિકના દાણા બનાવતી સિદ્ધિ પ્લાસ્ટ કંપની

આ અંગે કંપની સંચાલકોએ જણાવ્યું હતું કે, ભયંકર આગને કારણે કંપનીનો આખો શેડને નુકસાન થયું છે. આગ લાગવાનુ કારણ તપાસ બાદ જ ખબર પડશે.

મસાટ ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમા આગ લાગતા દોડધામ મચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.