ETV Bharat / state

100 વર્ષે આવ્યો 4 યોગનો અનોખો સંયોગ, શનિધામે જામી શ્રદ્ધાળુઓની ભીડ

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રકૃતિની ગોદમાં વસેલા બોન્ટા-રાંધા વિસ્તારમાં આવેલ શનિધામ ખાતે સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી. 100 વર્ષ બાદ સોમવારે એક સાથે 4 યોગનો શુભ સંયોગ રચાયો છે. શનિ જયંતિ, સિદ્ધિ યોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ એક સાથે હોય આ દિવસનું ખૂબ જ મહત્વ હોવાનું શનિધામના પૂજારીએ જણાવ્યું હતું.

dadra
author img

By

Published : Jun 4, 2019, 5:29 AM IST

દાદરા નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રકૃતિની ગોદમાં વસેલા બોન્ટા-રાંધા વિસ્તારમાં આવેલ શનિધામ ખાતે સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી. 100 વર્ષ બાદ સોમવારે એક સાથે 4 યોગનો શુભ સંયોગ રચાયો હતો. શનિ જયંતિ, સિદ્ધિ યોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ એક સાથે હોય આ દિવસનું ખૂબ જ મહત્વ હોવાનું શનિધામના પૂજારીએ જણાવ્યું હતુ.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલુ બોન્ટા-રાંધા શનિધામ શનિદેવના ભક્તો માટે દર્શનનું પ્રિય સ્થળ છે. મહારાષ્ટ્રમાં આવેલ શનિ શિંગળાપુર, ત્રંબકેશ્વર મહાદેવ સપ્તશૃંગી માતાજી અને શિરડી સાઈ બાબાના દર્શનનો લાભ એક જ જગ્યાએ મળી શકે તે ઉદ્દેશ્યથી બોન્ટા ખાતે આ તમામ દેવોની સ્થાપના કરવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બોન્ટા-રાંધા ખાતે દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં પણ સોમવારે ન્યાયના દેવતા શનિદેવનો પ્રાગટ્ય દિવસ હોય શનિ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શનિદેવને તેલ ચડાવી, હોમ હવન કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.

પૂજારી બિપિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બોન્ટા- રાંધા વિસ્તાર એક જંગલ વિસ્તાર હતો. તે બાદ અહીં શનિ ભગવાનની સ્થાપના કરવામાં આવી અને તે સાથે જ હજારો શ્રદ્ધાળુઓના આવાગમનથી આ વિસ્તાર ચહલ-પહલ ભર્યો બન્યો છે. શનિવારે આ શનિધામ પર રાજસ્થાન, મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આ ઉપરાંત હનુમાનજી અને ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હોય શ્રદ્ધાળુઓએ શિરડી, ત્રંબકેશ્વર કે સપ્તશૃંગી સુધી પોતાની માનતા પૂરી કરવા માટે જવું પડતું નથી. અહીં જ તેમની માનતા પુરી કરી શકે છે.

100 વર્ષે આવ્યો 4 યોગનો અનોખો સંયોગ, શનિધામે જામી શ્રદ્ધાળુઓની ભીડ
આ દિવસ અંગે પૂજારી બીપીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 3 જુન સોમવાર ચાર યોગનો સંયોગ ધરાવતો દિવસ છે. આજે એક તરફ શનિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ શનિ જયંતિ છે. તો, તે સાથે જ સિદ્ધિયોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ પણ છે. આ દિવસ 100 વર્ષે એક વાર આવ્યો છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શનિદેવની પૂજા અર્ચના કરે છે. તો સૌભાગ્યવતી સ્ત્રીઓ પીપળો અને વડ નું સામ્ય ધરાવતાં વૃક્ષની પૂજા પણ કરી રહ્યા છે.

સોમવારના દિવસે પૂજા કરવાથી ધન,ધાન્ય, લક્ષ્મી, આયુષ્ય, દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ થાય છે. એ સાથે જ ચાલતી સાડાસાતીની પનોતી અને મહાદશામાં પણ લાભ થાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શનિદેવને તેલ ચડાવી હોમ હવનમાં ભાગ લઇ પોતાનું કલ્યાણ ઈચ્છી રહ્યા છે. સોમવારની શનિ અમાવસ્યા નિમિત્તે ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારના દિવસે પૂજારીએ જણાવ્યું હતું કે, શનિ ભગવાન સૌરાષ્ટ્રમાં ખુલ્લા આકાશ નીચેથી મળી આવ્યા હતા તે ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ન્યાયના દેવતા છે.

શનિધામ મંદિરે શનિ અમાવસ્યાને ધ્યાને રાખી દર્શને આવેલા શ્રદ્ધાળું જણાવ્યું હતું કે, બોન્ટા- રાંધા શનિધામ ખાતે આ પહેલા પણ તે ત્રણ-ચાર વખત આવી ગયા છે. તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે. તેથી શનિદેવમાં તે અતૂટ વિશ્વાસ ધરાવે છે. તો, એ જ રીતે અન્ય મહિલા શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, દર વર્ષે શનિ જયંતિ નિમિત્તે તે દર્શનાર્થે આવે છે. ઉલ્લેખનીય છે કે, બોન્ટા- રાંધા ખાતે આવેલું શનિધામ ભક્તોમાં અનેરી શ્રધ્ધા ધરાવે છે. દર શનિવારે અને શનિ જયંતિ, શનિ અમાવસ્યા નિમિત્તે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી ને ન્યાયના દેવતા પાસે પુણ્યનું ભાથું બાંધે છે.

Intro:દાદરા નગર હવેલી :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રકૃતિની ગોદમાં વસેલા બોન્ટા-રાંધા વિસ્તારમાં આવેલ શનિધામ ખાતે સોમવારે ભક્તોની ભીડ ઉમટી હતી. 100 વર્ષ બાદ સોમવારે એક સાથે 4 યોગોનો શુભ સંયોગ રચાયો છે. શનિ જયંતિ, સિદ્ધિ યોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ એક સાથે હોય આ દિવસનું ખૂબ જ મહત્વ હોવાનું શનિધામના પૂજારીએ જણાવ્યું હતુઁ.

Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલું બોન્ટા-રાંધા શનિધામ શનિદેવના ભક્તો માટે દર્શનનું પ્રિય સ્થળ છે. મહારાષ્ટ્રમાં આવેલ શનિ શિંગળાપુર, ત્રંબકેશ્વર મહાદેવ સપ્તશૃંગી માતાજી અને શિરડી સાઈ બાબા ના દર્શન નો લાભ એક જ જગ્યાએ મળી શકે તે ઉદેશ્યથી બોન્ટા ખાતે આ તમામ દેવોની સ્થાપના કરવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બોન્ટા- રાંધા ખાતે દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં પણ સોમવારે ન્યાયના દેવતા શનિદેવનો પ્રાગટ્ય દિવસ હોય શનિ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને શનિદેવને તેલ ચડાવી, હોમ હવન કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.

શનિધામ બોન્ટા- રાંધા અંગે અહીંના પૂજારી બીપીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બોન્ટા- રાંધા વિસ્તાર એક જંગલ વિસ્તાર હતો. તે બાદ અહીં શનિ ભગવાનની સ્થાપના કરવામાં આવી અને તે સાથે જ હજારો શ્રદ્ધાળુઓના આવાગમનથી આ વિસ્તાર ચહલ-પહલ ભર્યો બન્યો છે. શનિવારે આ શનિધામ પર રાજસ્થાન, મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

શનિ ધામ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા શિરડીમાં બિરાજમાન સાંઈબાબાની પ્રતિમા, સપ્તશૃંગીમાં બિરાજમાન માતાજીની પ્રતિમા સહિત તંબકેશ્વર માં બિરાજમાન મહાદેવના આબેહૂબ શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હનુમાનજી અને ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હોય શ્રદ્ધાળુઓએ શિરડી, ત્રંબકેશ્વર કે સપ્તશૃંગી સુધી પોતાની માનતા પૂરી કરવા માટે જવું પડતું નથી. અહીં જ તેમની માનતા પુરી કરી શકે છે.

આજના દિવસ અંગે પૂજારી બીપીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 3 જી જુન સોમવાર ચાર યોગોનો સંયોગ ધરાવતો દિવસ છે. આજે એક તરફ શનિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ શનિ જયંતિ છે. તો, તે સાથે જ સિદ્ધિયોગ, વટ સાવિત્રી અને સોમવતી અમાસ પણ છે. આ દિવસ 100 વર્ષે એક વાર આવ્યો છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શનિદેવની પૂજા અર્ચના કરે છે. તો સૌભાગ્યવતી સ્ત્રીઓ પીપળો અને વડ નું સામ્ય ધરાવતાં વૃક્ષની પૂજા પણ કરી રહ્યા છે.

શનિદેવની આજના દિવસે પૂજા કરવાથી ધન,ધાન્ય, લક્ષ્મી, આયુષ્ય, દીર્ઘઆયુષ્યની પ્રાપ્તિ થાય છે. એ સાથે જ શનિદેવની ચાલતી સાડાસાતીની પનોતી અને મહાદશામાં પણ લાભ થાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શનિદેવને તેલ ચડાવી હોમ હવનમાં ભાગ લઇ પોતાનું કલ્યાણ ઈચ્છી રહ્યા છે. સોમવારની શનિ અમાવસ્યા નિમિત્તે ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ ભગવાનના પ્રાગટ્ય પર્વ નિમિત્તે પૂજારીએ જણાવ્યું હતું કે શનિ ભગવાન સૌરાષ્ટ્રમાં ખુલ્લા આકાશ નીચેથી મળી આવ્યા હતા. જેથી તેમના એક પણ મંદિર માં છત નથી તે ખુલ્લા આકાશ નીચે બિરાજમાન ન્યાયના દેવતા છે. તો શનિદેવની પૂજા માટે ધોતી પહેરીને જ પૂજા કરવાના મહત્વ અંગે જણાવ્યું હતું કે જે રીતે શનિદેવ ખુલ્લા આકાશ નીચે મળી આવ્યા તે રીતે જ શનિદેવને પૂજા કરવા માટે ધોતી પહેરવી ફરજીયાત છે. કેમકે નોર્મલ કપડામાં સિલાઈ કરવામાં આવતી હોય છે. અને તેમાં ખીસા પણ મૂકવામાં આવતા હોય છે. જેથી લોકોના મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઓછી અને ધનની ઈચ્છા વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખી ભગવાન શનિદેવની સિલાઈ વગરની ધોતી પહેરીને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. જે શ્રદ્ધાળુએ શનિદેવની પૂજા અર્ચના કરવાની હોય તે શ્રદ્ધાળુએ ફરજિયાત સ્નાન કરી ધોતી પહેરીને જ પૂજા કરવાની હોય છે.

શનિધામ મંદિરે શનિ અમાવસ્યાને ધ્યાને રાખી દર્શને આવેલા વિકાસે જણાવ્યું હતું કે બોન્ટા- રાંધા શનિધામ ખાતે આ પહેલા પણ તે ત્રણ-ચાર વખત આવી ગયા છે. તેમની દરેક મનોકામના શનિદેવે પૂર્ણ કરી છે. તેથી શનિદેવમાં તે અતૂટ વિશ્વાસ ધરાવે છે. તો, એ જ રીતે અન્ય મહિલા શ્રદ્ધાળુ પ્રીતિ રાજપાલે જણાવ્યું હતું કે દર વર્ષે શનિ જયંતિ નિમિત્તે બોન્ટા- રાંધા શનિધામ ખાતે તે દર્શનાર્થે આવે છે. શનિદેવ સારા નરસા કર્મોનું ફળ આપનારા ન્યાયના દેવતા છે. અને તે મુજબ તે આપણા માતા અને પિતા બંને છે. એટલે તેમને ખૂબ જ માને છે. તેમના દરેક કાર્યો શનિદેવ પુરા કરતા આવ્યા છે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે, બોન્ટા- રાંધા ખાતે આવેલું શનિધામ ભક્તોમાં અનેરી શ્રધ્ધા ધરાવે છે. દર શનિવારે અને શનિ જયંતિ, શનિ અમાવસ્યા નિમિત્તે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી ને ન્યાયના દેવતા પાસે પુણ્યનું ભાથું બાંધે છે.

bite :- બિપિન ઉપાધ્યાય, પૂજારી, શનિધામ બોન્ટા- રાંધા
bite :- વિકાસ, શ્રદ્ધાળુ
bite :- પ્રીતિ રાજપાલ, શ્રદ્ધાળુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.