ETV Bharat / state

બોડેલીની મંજીપુર શાળામાં મુખ્ય શિક્ષકે આચર્યું ડમી શિક્ષકનું વિચિત્ર કૌભાંડ, જાણો વિગતે - છોટાઉદેપુર

બોડેલી તાલુકાની મંજીપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ત્રિમૂર્તિ રાજન ચોક્સીએ પોતાની જગ્યાએ ડમી શિક્ષક રાખ્યાં હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ ગેરરીતિમાં પણ અજમાવાયેલી યુક્તિઓએ તપાસતંત્રને ચકરાવે ચડાવ્યું હતું. ગેરરીતિના આ કિસ્સામાં મુખ્યશિક્ષકે પોતાની નોકરીનો સોદો કર્યો હતો. જેમાં પોતે ધંધો સંભાળે અને બીજી વ્યક્તિને નોકરી પર મોકલતાં હતાં.

બોડેલીની મંજીપુર શાળામાં મુખ્ય શિક્ષકે આચર્યું ડમી શિક્ષકનું વિચિત્ર કૌભાંડ

author img

By

Published : Mar 7, 2020, 2:16 PM IST

છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાની મંજીપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં ત્રિમૂર્તિ રાજન ચોક્સી દ્વારા સરકારી નોકરીની રોકડી કરી લેવાનો આ કારસો તંત્રને ચકરાવે ચડાવે એવો છે. ત્રિમૂર્તિ પોતાની ફરજ બાજુએ મૂકી ધંધો કરે છે, પરંતુ શાળામાં તેમની સવારે અને સાંજે સહી કરવા આવે છે. બાકી તેમની જગ્યાએ અન્ય શિક્ષક પાયલબહેન પટેલ ભણાવવાનું કામ પુરું કરે છે. આ પાયલબહેનના પતિ બોડેલીમાં સી.આર.સી.કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે.

આ ગુપ્ત માહિતી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચીવ સુધી પહોંચી હતી. જેને લઇને તપાસ શરુ થઈ હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર દ્વારા પાંચમી માર્ચે આકસ્મિક તપાસ કરતાં મુખ્ય શિક્ષક હાજર ન હતાં અને હાજરીપત્રકમાં સહી પણ કરેલી ન હતી. શાળાના પ્રથમ માળે આવેલ ધોરણ પાંચના વર્ગ ખંડમાં પાયલબહેન પટેલ નામના ખાનગી વ્યક્તિ શિક્ષણકાર્ય કરાવી રહેલ હતાં. વર્ગમાં હાજર બાળકોને પૂછતાં પાયલબહેન પટેલ તેમને ભણાવવા આવતાં હોવાનું જાણમાં આવ્યું હતું.

મંજીપુર શાળામાં મુખ્ય શિક્ષકે આચર્યું ડમી શિક્ષકનું વિચિત્ર કૌભાંડ
ગેરરીતિના આ સમગ્ર કિસ્સાને લઇને મંજીપુર શાળાના મુખ્ય શિક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સી.આર.સી.કોઓર્ડિનેટર અને બીઆરસી કોઓર્ડિનેટર તેમ જ શાળામાં હાજર અન્ય બે શિક્ષકની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય શિક્ષકના રેકોર્ડની ચકાસણી કરાતાં તમામ બાબત સત્ય હોવાનું જણાઈ આવ્યું હતું. આવી ગંભીર બેદરકારીને લીધે શાળાના મુખ્ય શિક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સી.આર.સી.કોઓર્ડિનેેટર અને બી.આર.સી કો.ઓર્ડીનેટર- એમ કુલ 4 જવાબદારોને ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. તેમજ અવેજીમાં ભણાવતાં પાયલબહેન પટેલ અને બોડેલી તાલુકાના સીઆરસી કોઓર્ડિનેટર પાયલબહેનના પતિ વિપુલભાઈ પટેલ સામે સરકાર સાથે છેતરપિંડી અને ગંભીર વિશ્વાસઘાત બદલ બોડેલી પોલીસેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.