- છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં આવેલા કસરવાવા ગામની ઘટના
- ખેતરમાં કપાસના છોડ વચ્ચે ગાંજો ઉગાડનારો શખ્સ ઝડપાયો
- 26.23 લાખ કિંમતના 262.32 કિલોગ્રામ વજનના 257 છોડ ઝડપ્યા
છોટાઉદેપુર: જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલા કસરવાવા ગામમાં રહેતો અંકલેશ રાઠવા પોતાના ખેતરમાં કપાસના પાક વચ્ચે ગાંજો ઉગાડીને વેચતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.
કુલ 262.32 કિલો ગાંજો ઝડપાયો
પોલીસે ખેતરમાં દરોડો પાડતા કપાસના છોડ વચ્ચે ઉગાડેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેને કાપીને વજન કરતા કુલ 262.32 કિલો હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાંજાની કિંમત 26.23 લાખ થવા પામી છે. ક્વાંટ પોલીસે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.