- ભૂંડના ત્રાસથી ત્રાહિમામ ખેડૂતો
- ગુજરાતના ખેડૂતો ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્ય
- મગફડી, કેળ, ડાંગર, તુવેર જેવા પાકોને ભારે નુકશાન
છોટા ઉદેપુર: જિલ્લા સહિત મધ્ય ગુજરાતના ખેડૂતો ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ખેડૂતો ખેતરમાં જે દિવસે મકાઈ મગફડી, જેવા પાકોનું જે દિવસે વાવેતર કરે તેજ દિવસથી ભૂંડ ખોદીને ખાય જતાં હોવાથી 24 કલાક ખેતરમાં રહીને સાચવવું પડતું હોય છે, ત્યારે ભૂંડ, મકાઈ, મગફડી, કેળ, ડાંગર, તુવેર જેવા પાકોને ભારે નુકશાન પહોંચાડતા ખેડૂતો પાકને બચાવવા સાડીઓ, કાથાની દોરી, તારની વાળ બનાવી પાકોનું રક્ષણ કરી રહ્યા છે પરંતુ ભૂંડ હવે એવા રીઢા બની ગયા છે.
ભૂંડ નુકશાન નહિ પહોંચાડે એવાપાકોનું વાવેતર કરાશે
ભૂંડ, રોઝ, વાંદરા જેવા પ્રાણીઓથી પાકને બચાવવા ખેડૂતો મજબૂરી વશ જે પાકોને ભૂંડ કે, રોઝ નુકશાન નહિ પહોંચાડે એવા પાકોનાં વાવેતરની પસંદગી કરી રહ્યા છે. જેવા કે, ઘાસચારો, દિવેલા, સોયાબીન, જેવા બિયારણનુંં વાવેતર કરશે. જેથી 24 કલાક અને 365 દિવસ ખેડૂતોને ખેતીનું રક્ષણ કરવું પડતું હોવાથી હવે થાકી ગયા છે. ખેડૂત છોટા ઉદેપુર જિલ્લામાં ખેડૂતોને હવે પોતાની મરજી મુજબ નહિ પરંતુ ભૂંડ નુકશાન નહિ પહોંચાડે એવાપાકોનું વાવેતર કરવું પડે છે.
ભૂંડ, રોઝ, વાંદરા જેવા પ્રાણીઓથી પાકને બચાવવા ખેડૂતો મજબૂરી વશ
ભૂંડ, રોઝ, વાંદરા જેવા પ્રાણીઓથી પાકને બચાવવા ખેડૂતો મજબૂરી વશ જે પાકોને ભૂંડ કે રોઝ નુકશાન નહિ પહોંચાડે એવા પાકોનાં વાવેતરની પસંદગી કરી રહ્યા છે. 24 કલાક અને 365 દિવસ ખેડૂતોને ખેતીનું રક્ષણ કરવું પડતું હોવાથી હવે થાકી ગયા છે.