છોટા ઉદેપુર: આદિવાસી બહુમતિ ધરાવતાં જિલ્લામાં (Chhota Udepur Years old tradition) આદિ-અનાદિ કાળથી ગામની સુખાકારી માટે ગામની વ્યવસ્થા મુજબ સમયાંતરે દેવોની પેઢી બદલવાની એક પરંપરા રહી છે, જે પરંપરા મુજબ લગામી ગામના ગ્રામજનો દ્વારા 35 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાની (change the generation of gods) છેલ્લા છ મહિનાથી તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: Chhota Udepur: આદિવાસી સમાજમાં અનોખો રિવાજ, જાણો શું છે ગામ સાંઈ ઇન્દ ?
કુંભાર વરીયા દયાલભાઈને 86 જેટલા ઘોડાં ઘડવાનો ઓર્ડર અપાયો
લગામી ગામમાં (Lagami village in Chhota Udepur) બિરાજમાન 86 જેટલા દેવી દેવતાઓની પેઢી બદલવાના ભાગ રૂપે ગામ લોકોએ પ્રત્યેક કુટુંબ દીઠ રૂપિયા પાંચ લાખનું ફંડ ભેગું કર્યુ હતું. 1 મહિના અગાઉથી ઝોઝ ગામના કુંભાર વરીયા દયાલભાઈને 86 જેટલા ઘોડાં ઘડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અંગે દયાલભાઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારા બાપ દાદાના સમયથી અમે આદિવાસી સમાજના દેવી દેવતાના ઘોડાં બનાવીએ છીએ. લગામી ગામનાં દેવોના ઘોડાં બનાવવા અમે છેલ્લા એક મહિનાથી રાત દિવસ મહેનત કરી આજે ગામની જાતર લઈને ઘોડા લેવા ગામ લોકો આવ્યાં છે. જેઓને વિધિવત રીતે પૂજા વિધિ કરી અમે ઘોડા સુપ્રત કરીએ છીએ.
આ પણ વાંચો: Tents of tribal culture: આદિવાસી સંસ્કૃતિ મુજબ ટેન્ટ, સંસ્કૃતિને જીવંત રાખવા ગામડાનો વિકાસ
જવારા સાથે આઠ દિવસ પૂજા વિધિ કરશે
દેવોના ઘોડા ઘડવાના ભાવ વિશે વાત કરતાં તેઓ જણાવી રહ્યા છે કે, એક ફુટના ઘોડાંની કિંમત 1 હજાર હોય છે. લગામી ગામના લોકોએ 3 ફૂટના ઘોડા બનાવ્યા છે અને તેની એક ઘોડાની કિંમત રૂપિયા હજારની થાય છે. આમ ગામલોકોના ઓર્ડર મુજબ 86 પ્રકારના ઊંટ, ગાય, બળદ, ઘોડા, કાચબા, ઈંડા, સહિત પ્રકૃતિના મુખ્ય તત્વો કે જે આદિવાસી સમાજ વર્ષોથી પૂજતા આવ્યા છે. તે તમામ માટીમાંથી બનાવી આજે તેઓ વાજતે ગાજતે ગામના લઇ જઈને જવારા સાથે આઠ દિવસ પૂજા વિધિ કરશે અને 9 ફેબ્રુઆરીને બુધવારના રોજ વિધિવત રીતે ગામની જુદી જુદી જગ્યાએ દેવી દેવતાઓને માંડવામાં આવનાર છે.