- પાવીજેતપુર ખાતે કોંગ્રેસનો જન જાગ્રણ અભિયાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો
- કોંગી નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા
- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ્યું ડ્રગ્સ અંગે નિવેદન
છોટા ઉદેપુર: જિલ્લાના પાવીજેતપુર ખાતે કોંગ્રેસનો 'જન જાગ્રણ અભિયાન' અને 'સ્નેહમિલન સમારોહ' (Congress sneh milan samaroh at Pavijetpur) યોજાયો હતો. જેમાં પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની (Leader of the Opposition Paresh Dhanani), રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિત કોંગી નેતાઓએ મોંઘવારી, શિક્ષણ, આરોગ્યની સાથે નશાના કારોબાર અંગે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો (attack on government) કર્યા હતા.
ડ્રગ્સ માફિયાઓ રોકવા દરિયા કાંઠે છીંડા ન પુરનારી સરકાર હવે ઈંડાની લારી ઉપર આક્રમણ કરે છે: પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ ગુજરાતમાં પકડાતા ડ્રગ્સ અંગે નિવેદન (Paresh Dhanani statement on drugs) આપતાં સરકાર ઉપર આક્ષેપ કર્યો કે, પકડાયું એતો પાસેરામાં પુરી સમાન છે. તમારી સરકારની મીઠી નજર તળે ગાંધી સરદારની ભૂમિથી આખા દેશમાં કેટલું ડ્રગ્સ વેચાયું, કેટલાં યુવાનોને અંધકારમાં ધકેલ્યા એ દેશના યુવાનો હિસાબ માગે છે. વધુમાં જણાવ્યું કે, ડ્રગ્સ માફિયાઓ રોકવા દરિયા કાંઠે છીંડા ન પુરનારી સરકાર હવે ઈંડાની લારી ઉપર આક્રમણ કરે છે.
કલેક્ટર, DDO અને DSP અને તમામ સરકારી અધિકારીઓ પાર્ટીનું કામ કરે છે: નારણ રાઠવા
કોંગ્રેસના જન જાગરણ અભિયાન કાર્યક્રમમાં (Congress sneh milan samaroh at Pavijetpur) ભાષણ આપતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ અધિકારીઓ ઉપર આક્ષેપ (attack on government) લગાવ્યા હતાં કે, ગુજરાતમાં ભાજપના કાર્યક્રમો સરકારી અધિકારીઓ કરે છે. સરકારી અધિકારીઓ માત્ર ખેંસ પહેરવાનો બાકી છે. ભાજપના કાર્યક્રમોનું હેન્ડલિંગ કલેક્ટર, DDO અને DSP અને તમામ સરકારી અધિકારીઓ પાર્ટીનું કામ કરે છે. ખર્ચો ન કરવો પડે એટલે પાર્ટીના કાર્યક્રમોને સરકારી કાર્યક્રમ બનાવી દે છે અને આવા કાર્યક્રમો કરી આપણા લોકો ઉપર પ્રભુત્વ જમાવે છે.