છોટાઉદેપુરઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની જીત થતા આદિવાસી સમાજે (Tribal Community Gujarat) ધામધૂમથી ઉજવણી કરી હતી. છોટા ઉદેપુર (Tribal Area Chhota Udepur) જિલ્લામાં તાલુકાદીઠ કાર્યક્રમો કરાયા હતા. પણ છોટા ઉદેપુરમાં જ્યારે આદિજાતી પ્રધાન નિમિષાબેન (Minister Nimisha Suthar) સુથાન એક કાર્યક્રમમાં આવ્યા ત્યારે ભાજપના નેતા રશ્મિકાંત વસાવા (BJP Rashmikant Vasava) ભાન ભૂલ્યા હતા. જાણે કોઈ નશો કરીને આવ્યો હોય એમ ઝૂંમ બરાબર ઝૂમ થઈ રહ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કોઈ સભાન અવસ્થામાં ન હોય એવું લાગી રહ્યું હતું. ચાલવા માટે જિલ્લા મહામંત્રીના મેહુલ પટેલ નાંખભાનો સહારો રશ્મિકાંત વસાવાએ લીધો હતો.
આ પણ વાંચોઃ પાટણ થયું પાણી-પાણી, જાણો ક્યા તાલુકામાં કેટલો વરસાદ...
સ્ટેજ પર જતી વખતે ઠેબે ચડ્યાઃ જયારે સ્ટેજ ઉપર પગથિયાં ચડતી વખતે પણ બે લોકોનો સહારો લઈને સ્ટેજ પર ચઢવું પડ્યું હતું. પણ સ્ટેજ પર જવા સુધીમાં બે વાર લથડિયા ખાતા હતા. છોટા ઉદેપુર ભાજપાનાં જિલ્લા મહામંત્રી મેહુલ પટેલ સાથે પણ જિલ્લા ભાજપા પ્રમુખ રશ્મિકાંત વસાવા એ જાહેરમાં બીભત્સ ભાષામાં વાત કરી હોવાની કાર્યકરોમાંમાં ચર્ચા ચાલી રહી છે. સ્ટેજ ઉપર જિલ્લા ભાજપા પ્રમુખ મહિલા મંત્રી સાથે વારંવાર નજીક મોઢું લઈ જઈ અણછાજતું વર્તન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ અન્ય પ્રધાનોએ એમનો જાહેરમાં ઉઘડો લીધો હોવાનું પણ જાણવા મળે છે.
આ પણ વાંચોઃ વાતાવરણ પલટાતા શરદી-ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો, ઈન્ફેક્શનથી બચવા આટલું કરી શકાય
ઝોંકે ચડ્યા પ્રધાનઃ આદિજાતી મહિલા પ્રધાનની બરોબર બાજુમાં બેઠેલા હોવા છતાં જાણે નશામાં ધૂત હોય તે રીતે ઝોંકા ખાઈ રહ્યા હતા. પ્રધાનના મોઢા નજીક જઈ વાત કરતા મહિલા પ્રધાનને કોઈ વાસ આવી રહી હોય એવી પ્રતિક્રિયા આપી હતી. પરંતુ, પક્ષની પ્રતિષ્ઠા ઢાંકવા પ્રધાન સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકાર્યઓએ ક-મને સહન કર્યુ હતું. જોકે કાર્યક્રમ બાદ મંત્રીએ ખાનગીમાં અન્ય હોદ્દેદારોને ફોન કરી આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા વારંવાર નશામાં બેફામ બનતા હોવાની પણ કાર્યકરોમાં ચર્ચાાઓ વેગ પકડ્યો છે. પક્ષ હવે આ વાયરલ થયેલા વીડિયોને કેટલી ગંભીરતાથી લે છે એ જોવાનું છે.