રણજીતસિંહ રાઠવાની ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો નારાયણ સ્કૂલ ખાતે એકઠા થયા હતા. રણજીતસિંહ રાઠવાએ છોટાઉદેપુર ખાતે મંદિરોમાં જઇ દર્શન કર્યા હતા અને જીત માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ છોટાઉદેપુરમાં આવેલા મહાત્મા ગાંધી, બિરસામુંડા, સરદાર પટેલ, મહારાજા સહિતમહાપુરુષોની મૂર્તિઓ પર હાર ચઢાવીને નમન કર્યું હતું.
તો ત્યાર પછી કાર્યકરો તેમજ કોંગી નેતા નારણ રાઠવા, મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા સાથે જિલ્લા સેવાદન ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકરી સમક્ષ ઉમેદવારી નોંધાવીહતી. અત્રે ઉલ્લેખનિય છે કે સંખેડાના માજી ધારાસભ્યની હાજરી નરહેતા તે મુદ્દોકાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.