- જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદે દેખા દીધી
- મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ કડાકા ભડાકા સાથે વરસાદ
- જિલ્લામાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર
છોટાઉદેપુર : જિલ્લામાં 20 દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદે દેખા દીધી છે. જિલ્લામાં હજી સુધી નહિવત વરસાદ વરસતાં નદી- તળાવોમાં પાણી ભરાયાં નથી અને છેલ્લા 20-25 દિવસ વરસાદ ખેંચાતા ખેતી નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી હતી, ત્યારે ગત મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ કડાકા ભડાકા સાથે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ખેડૂતોમાં ખુશીની લહેર
છોટાઉદેપુરમાં 1.7 ઈંચ, સંખેડામાં 0.86 ઈંચ સહિત નસવાડી, કવાંટ, બોડેલીમાં પણ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં ખેતીને જીવત દાન મળ્યું છે. આ ઉપરાંત લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા સુખી ડેમ માંથી પાણી છોડવાની માગ
આગામી 2 દિવસમાં ગુજરાતમાં પડશે સારો વરસાદ
આગામી બે દિવસમાં 31મી ઓગસ્ટના રોજ આણંદ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ 1લી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદની અછત 49 ટકા છે, જ્યારે સરેરાશ 41.5 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 51.5 ટકા વરસાદ નોંધાયો છે .