છોટાઉદેપુરમાં છેલ્લા બે મહિનાથી એક દિવસ ના અંતરે પાણી આપવામાં આવે છે. જેથી નગરજનોને પાણીની મુશ્કેલીઓ વેઠવી પડી છે. લોકો પાણીનો પ્રશ્ન હલ કરવા મથી રહ્યા હતા અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. શનિવારે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદથી ઓરસંગ નદીમાં નવાનીરની આવક થઈ હતી.
![CUD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-cud-01-30jun19-orangmanawanir-av-allarajha-chhotaudeour_30062019170616_3006f_1561894576_457.jpg)
છોટાઉદેપુરજિલ્લા માં શનિવારનો કુલ વરસાદ
- છોટાઉદેપુર તાલુકા માં 64 મી.મી.
- પાવીજેતપુર માં 52 મી.મી.
- નસવાડી માં16 મી.મી.
- બોડેલી માં 22 મી.મી.
- સંખેડા માં પણ 22 મી.મી.
- ક્વોન્ટ માં 05 મી.મી.છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીરની આવક