કાશ્મીરના પુલવામા ભારતીય સેનાના જવાનોના કાફલા પર થયેલા આંતકવાદી હુમલામાં વીરગતિ પામેલા શહીદ જવાનોના માનમાં છોટાઉદેપુર ખાતે એક વિશાલ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. નગરના કાલી માતાના મંદિર સામે તમામ જાતી સમાજના લોકોએ ભેગા થઇ શહીદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્ડલ અને મશાલ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
વીર શહીદોના સન્માનમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિત નગર સેવા સદનનાં તમામ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વિશાળ યોજાઈ હતી. રેલી બજારમાં થઈને આંબેડકર ચોક પાસે સમાપ્ત કરવામાં આવી હતી. તો રેલીમાં હાજર કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ હુમલાને વખોડી કાઢતા આઈ બીનાં ઈનપુટ હોવા છતાં હુમલો થવા પાછળ ક્યાંકને ક્યાંક વહીવટી તંત્રની ચૂક હોવાનું જણાવ્યું હતું.
ઈનપુટ મળ્યા બાદ જ્યારે આટલી મોટી સંખ્યામાં જવાનોને ખસેડવાના હતા તો એરફોર્સનાં વિમાન દ્વારા જવાનોને શિફ્ટ કરવામાં આવ્યા હોત તો આ ઘટનાને ટાળી શકાઈ હોત તેમ જણાવ્યું હતું.