છોટા ઉદેપુર: ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા (Leader of Opposition in Gujarat Legislative Assembly) સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ર દિવસ પહેલા હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક (Head Clerk's Exam Paper Leaked) થયું જેનો સરકારે પણ સ્વીકાર કર્યો છે. પરંતુ પેપર લીક થવાની આવી અનેક ઘટના ઘટી છે. હાલ ગૂજરાતમાં યુવાનો ખુબ મોટી સંખ્યામાં બેરોજગારી બન્યા છે તેવા યુવાનોને સરકાર રોજગારી આપવના બદલે કૌભાંડો કરી રહી છે અને ભ્રષ્ટાચારથી ખડબડતું તંત્ર (A system riddled with corruption) થયું છે .
હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક
હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક (Head Clerk's Exam Paper Leaked) મામલામાં જે પકડાયા શખ્સો કોણ કોણ સામેલ હતા તે હજી બહાર આવ્યું નથી. સરકાર હજુ કોને છાવરે છે ? અને સરકારનો ક્યાં કયાં મંત્રી સામેલ છે ? જેને કારણે FIR દાખલ કરતા નથી? ગુજરાતના યુવાનો રોજગારી ઈચ્છે છે તેને બદલે યુવાનોને તતળાવો છો એ વ્યાજબી નથી ? તેમ જણાવ્યુ હતું.
આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો