ETV Bharat / state

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના એક ગામની યુવતી લાપતા - બોડેલી પોલીસ સ્ટેશન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક ગામની મુસ્લિમ સમાજની યુવતી ગુમ થયા બાદ કોઈ પતો ન મળતા યુવતીના પિતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ યુવતીનો કોઈ પતો ન લાગતા બોડેલી ખાતે આવેલા રેન્જ આઈજીને યુવતીના પરિવારજનોએ રજૂઆત કરી હતી.

છોટાઉદેપુર
છોટાઉદેપુર
author img

By

Published : Dec 27, 2020, 1:17 PM IST

  • બોડેલી ખાતે આવેલ રેન્જ આઈજીને પરિવાજનોએ રજૂઆત કરી
  • ફરિયાદ નોંધાયેલ 16 દિવસ થયા હોવા છતાં યુવતીનો કોઈ પતો નહિ
  • પરિવારજનો તેમજ સ્થાનિક રહીશોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી
  • યુવતીનો કોઈ પતો ન લાગતા પરિવારજનો ચિંતામાં

છોટાઉદેપુર : જિલ્લાના બોડેલી તાલુકાના એક ગામની મુસ્લિમ સમાજની યુવતી ગુમ થયા બાદ કોઈ પતો ન મળતા યુવતીના પિતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ યુવતીનો કોઈ પતો ન લાગતા બોડેલી ખાતે આવેલા રેન્જ આઈજીને યુવતીના પરિવારજનોએ રજૂઆત કરી હતી.

હજુ સુધી પતો ન મળતા પરિવાર ચિંતામાં

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક ગામની મુસ્લિમ સમાજની યુવતી તા. 7 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેની બહેનપણીના ઘરે જઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ યુવતી ઘરે ન આવતા યુવતીના પિતાએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવતીનો કોઈ પતો ન મળતા યુવતીના પિતાએ તા.9 ડિસેમ્બરના રોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજે ફરિયાદ નોંધાયેલને 16 દિવસ થયા હોવા છતાં યુવતીનો કોઈ પતો ન મળતા પરિવાજનો ભારે ચિંતામાં મુકાયા છે. ત્યારે પ્રશાસન પર ભરોસો મૂકી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનમાં આવેલા વડોદરાના રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલને પરિવારજનોએ રજૂઆત કરી હતી.

અગાઉ પરિવારજનોએ બોડેલી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી

યુવતીનો કોઈ પતો ન લાગતા અગાઉ યુવતીના પરિવાજનો સહિત સ્થાનિક રહીશો બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બોડેલીના સીપીઆઈ એ.એ. દેસાઈ તેમજ પીએસઆઇ એ.એસ સરવૈયાને રજૂઆત કરી હતી. તા. 7 ડિસેમ્બરના રોજ યુવતી ગુમ થતા યુવતીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવતીનો કોઈ પતો ન લાગતા યુવતીના પિતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ હજુ સુધી યુવતીનો કોઈ પતો ન લાગતા પરિવારજનો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.