ETV Bharat / state

આ ગામમાં અનોખી પરંપરા: અહીં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! - ambala village of chhota udepur

છોટા ઉદેપુરનું એક એવું ગામ કે જે ગામમાં વર્ષોથી આજ દિન (Unique wedding in Chhota Udepur)સુધી વરરાજા જાન લઈને પરણવવા ગયા નથી. કે કોઈ વરરાજા જાન લઈને આ ગામમાં પરણવવા આવ્યા નથી. ઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશ સરહદે આવેલ અંબાલા ગામમાં વર્ષોના રીત રિવાજ મુજબ વરરાજાની કુંવારી બહેન જાન લઈને જવાની પરંપરા રહી છે.

આ ગામમાં અનોખી પરંપરા: અહીં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા!

author img

By

Published : May 11, 2022, 10:44 AM IST

છોટા ઉદેપુર: જિલ્લાનું એક એવું ગામ કે જે ગામમાં વર્ષોથી આજ દિન સુધી વરરાજા જાન લઈને પરણવવા (Unique wedding in Chhota Udepur)ગયા નથી કે કોઈ વરરાજા જાન લઈને આ ગામમાં પરણવવા આવ્યા નથી. લગ્ન સંસ્કાર દરમિયાન ભારતીય સંસ્કૃતિના રિવાજ મુજબ વરરાજા એક દિવસનો રાજા ગણાય છે અને તે જાન લઈને ઠાઠ માઠ થી ઘોડે સવાર થઈને જાન લઈને કન્યાના ઘરે પરણવવા (Mangal Fera with Nand sister-in-law)જાય છે. પરંતું છોટા ઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશ સરહદે આવેલ અંબાલા ગામના યુવાનોના નસીબમાં જાન લઈને પરણવવા જવાનું નહીં હોય એમ વર્ષોના રીત રિવાજ મુજબ પરણવા જાન લઈને જતા નથી, પરંતુ વરરાજાની કુંવારી બહેન જાન લઈને જવાની પરંપરા રહી છે.

અનોખી પરંપરા

અનોખી પરંપરાનું પાલન - અંબાલા ગામના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા (Nand sister in law wedding)રાજુ રાઠવા અને હિતશ રાઠવા જેઓના એક માંડવે લગ્ન યોજાયા હતાં. ત્યારે ગામની પરંપરા મુજબ બન્ને ભાઈઓની અલગ અલગ દિવસે વરરાજાઓની બહેન વરરાજાની બહેન જામના રાઠવાએ વરરાજનો તમામ રોલ અદા કરી શણગાર સજીને જાન લઇને અંબાલા થઈ મધ્ય પ્રદેશના કાછલાં તેમજ લખાવાંટ ગામે પહોંચી હતી. પરંતુ ગામની અનોખી પરંપરાનું પાલન કરવા બંને વરરાજા જાન જવાના દિવસે ઘરે કુળદેવી સામે બેસી રહેવું પડયું હતું.

કેવી રીતે યોજાય છે નણંદ ભાભીના મંગલ ફેરા - વરરાજાની બહેન વરરાજાની જેમ શણગાર સજીને વરના ઘરે થી જાન લઇને કન્યાના ઘરે પહોંચે છે. જયાં જાનૈયાને કન્યાના મંડપ થી દૂર ઝાડ નીચે પડાવ આપવામાં આવે છે. વર અને કન્યા પક્ષના પંચો દ્વારા રીતના પૈસા વર પક્ષ તરફ થી કન્યા પક્ષને ચુકવવામાં આવ્યા બાદ કન્યા પક્ષના લોકો જાનને ઢોલ માદલ સાથે નાચતાં નાચતાં જાનને લેવા આવે છે. જયાં વરરાજાની બહેનને પીઠી ચોળી રીતરિવાજ મુજબ વીધી કરી જાનને મંડપમાં તેડી લઇ જવામાં આવે છે. વર પક્ષ તરફ થી ઘરેણાં કપડાં કન્યાને ઘરમાં જઈને આપવામાં આવ્યા બાદ કન્યાને ઘરેણાં કપડાં પહેરાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ અજબ ગજબ કિસ્સો : યુવકે શા માટે છોકરી છોડી બકરી સાથે કર્યા લગ્ન, કારણ જાણશો તો ચોંકી જશો....

નણંદ ભાભીના મંગલ ફેરાની વિધિ - કન્યાના મંડપમાં બે વર પક્ષની અને બે મહિલા કન્યા પક્ષની મળી ચાર મહિલાઓ દ્વારા મંડપમાં નિપણ કરી ચોખાની બે ચોરી ચીતરવામાં આવે છે. જેમાંની એક ચોરી ઉપર બે પાટલા મુકવામાં આવે છે, જે એક પાટલા ઉપર વરરાજ ની બહેન બેસે છે જયારે કન્યાને ઘરમાંથી ભાભી દ્વારા ઉંચકીને લાવીને પાટલા ઉપર બેસાડી પાંચ વખત ઉભા કરી ઘરમાંથી મંડપમાં અને મંડપ માંથી ઘરમાં બેસાડેલ કુળદેવીને પગે પાડવાની વીધી કરી બીજી ચોરી એ કન્યા અને વરરાજાની બહેનને પાંચ વાર પૂર્વ થી પશ્ચિમ દિશામાં ચોરીને ચોખા વધાવતાં વધાવતાં મંગલ ફેરા ફેરવવામાં આવે છે, પાંચ વાર ફરી થી પશ્ચિમ થી પૂર્વ દિશામાં માં ચોખા વધાવી મંગલ ફેરા ફેરવી નણંદ ભાભીને ઉલટી દિશામાં ગુમાવી નણંદ ભાભીના મંગલ ફેરાની વિધિ સંપન્ન કરવામાં આવતી હોય છે.

વરરાજાના ઘરે લાવી વર વધુને પરણવાની વિધી- કન્યાના ઘરે નણંદ ભાભીના મંગલ ફેરા ફર્યા બાદ નવ વધું ઘરના પ્રવેશ દ્વારે બહેનો દરવાજો રોકીને ઉભી હોય છે. નવવધૂ દાપુ ચૂકવે તો જ બહેનો ઘરમાં પ્રવેશ આપતી હોય છે. ત્યાર બાદ નવવધુ અને વરરાજા ને કુળદેવી સામે ખાખરના પાન માં ભાત માં ઘી ગોડ નાખી ને પાંચ વખત પાન બદલવામાં આવે છે, અને ફરી થી આંગણા માં ચોખાની ચોરી ચીતરવામાં આવે છે જે ચોરી ઉપર પાટલા મૂકી ફરી થી નવવધુને પાંચ વખત ભાભી ઉંચકીને ઘરમાં અને ઘરની બહાર લાવવામાં આવે છે, અને ત્યાર બાદ વર વધુને મંગલ ફેરા ફેરવી ઘોડે રમાડવાની વિધિ કરી પૂર્વજોને બાફેલા અડદ ધરવાની વિધિ કરવામાં આવે છે. આ બધી વિધિ અહીં સંપન થયાં બાદ વરરાજાની બહેન ભાભીને ભાઈને છોપી દઈને વરરાજ તરીકે નો નિભાવેલ રોલ માંથી મુક્તિ મેળવે છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલું ગામ આજે પણ 750 વર્ષ જૂની પરંપરા નિભાવી રહ્યું છે

જાન લઈને પાટી લગ્ન - આ રીત રિવાજ વિશે ગામના આગેવાનો સાથે વાત કરતાં વડીલો જણાવ્યું હતું કે અંબાલા ગામના દેવ બાબા ભરમો દેવની લોક માન્યતા મુજબ ભરમો દેવ અન્ય દેવોના લગ્ન કરાવતા કરાવતા ખુદ પોતે જ કુંવારા રહી ગયેલા હોય જેથી કુંવારા દેવના માનમાં વર્ષો પહેલા ગામના લોકો નક્કી કર્યું હતું કે આપણા ગામનો દેવ ખુદ જ કુંવારા હોય જેથી ગામમાં કોઈ વરરાજા જાન લઈને આવે નહીં કે જાન લઈને જઇ શકે નહીં, પરંતુ વરરાજાની જગ્યાએ વરરાજાની બહેન નાની હોય કે મોટી હોય પણ કુંવારી હોય પોતાની બહેન નહીં હોય તો પરિવારની બહેન પાટીને માથે મૂકી જાન લઈને પાટી લગ્ન કરી શકે છે.

ગામમાં આ અનોખી પરંપરા - છોટા ઉદેપુર જિલ્લાના અંબાલા સુરખેડા અને સનાળા આ ત્રણ ગામમાં આ અનોખી પરંપરા મુજબ પાટી લગ્ન યોજાતા હતાં. પરંતુ છેલ્લા 30 વર્ષ પહેલાં સનાળા ગામમાંથી આ પરંપરા લુપ્ત થઈ છે. જયારે સુરખેડા ગામમાંથી પણ આ પરંપરા હવે લુપ્ત થઈ રહી છે પરંતુ અંબાલા એક એવું ગામ છે કે આ ગામમાં પ્રત્યેક કર્યો જૂની પરંપરા અને રીત રિવાજો મુજબ અનુસરવામાં આવી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે આજ દિન સુધીમાં એક જાન વરરાજા લઇને ગયા હતાં. પરંતુ તેનો સંસાર ચાલ્યો નહીં તેથી ગામ આ પરંપરાની નિરંતર નિભાવી પાટી લગ્ન દ્વારા જ લગ્ન કરાવામાં આવે છે. તો અંબાલા ગામના શિક્ષિત યુવાનો આ વર્ષો જૂની પરંપરાને નિભાવવાના રેકોર્ડ તૈયાર કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ગામનું નામ નોંધવવાની તૈયારીઓ પણ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.