ETV Bharat / state

સંખેડા તાલુકાના પરવેટા ગામમાં પાણીની સમસ્યાને લઈ મહિલાએ કરી ઈચ્છા મૃત્યુની માગ

author img

By

Published : Feb 15, 2021, 5:21 PM IST

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામની મહિલાએ પીવાના પાણીની તકલીફને લઈ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગ કરી છે. પરવટા ગામમાં વિકાસના કામનો તો અભાવ છે જ, પણ ગામના લોકોને પીવાના પાણીની મોટી સમસ્યા છે.

ખાંડામાંથી પીવાના પાણીનું કાઢતી નાની બાળકી

  • સંખેડા તાલુકાના પરવેેટા ગામમાં રોડ રસ્તાનો અભાવ
  • ગામમાં પીવાના પાણી માટે પણ કોઇ પણ પ્રકારની વ્યવસ્થા નથી
  • ગામમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓનો આગળનો અભ્યાસ અટકી જાય છે

છોટાઉદેપુર : જિલ્લાના સંખેડા તાલુકાના પરવેેટા ગામમાં રોડ રસ્તાનો અભાવ છે. ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના નથી, ચોમાસાના પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા ન હોવાથી ચોમાસાના સમયે બેટમાં ફેરવાઇ જાય છે. નદીના કિનારાઓનું સતત ધોવાણ થતું હોવાથી જેને લઈને હેરણ નદી કિનારાના ખેડૂતોમાં ચિંતા છે. ગામમાં 1થી 5 ધોરણની શાળા તો છે, પરંતુ વધુ અભ્યાસ માટે સંખેડા, વડોદરા તરફ જવાનું હોવાથઈ તેના માટે બસની સુવિધા નથી. જેને લઈ ચોમાસા દરમિયાન વાલીઓ તેમના વિદ્યાર્થીઓને ભણવા મોકલતા નથી. જેને લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ગામમાં 1,000થી પણ વધુની વસ્તી હોવાથી ગામમાં સમ્શાન પણ નથી. આ દરેક સમસ્યા ગામના લોકો વેઠતા આવ્યા છે.

બોરમાં પાણી નથી આવતું
બોરમાં પાણી નથી આવતું

મહિલાઓ નદીએ પાણી ભરવા જવા મજબૂર

ગામમાં આવેલા કેટલાક બોર નકામા બની ગયા છે, ફક્ત એક જ બોર ગામની પ્રાથમિક શાળામાં ચાલે છે, તે બોર પર ગામની તમામ મહિલાઓ ઘર વાપરાસ માટે પાણી લેવા જાય છે. જોકે, ત્યાં પણ પાણી લેવા માટે મહિલાઓની લાંબી કતાર લાગે છે. લાઇટ ન હોય કે બોરમાં પાણી પૂરું થાય તો મહિલાઓને કલાકો સુધી બેસી રહેવાનો વારો આવે છે. જો કે, પીવાના પાણી માટે ગામના કિનારે આવેલી નદીમાં પાણી લેવા માટે ફરજિયાત જવું પડે છે અને તેમાય નદીમાં ઊંડા ખાડા ખોદી તેમાંથી બુંદ-બુંદ પાણી મેળવે છે. જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે તો આ ગામની મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.

પાણી ભરવા જતી મહિલાઓની લાંબી કતાર
પાણી ભરવા જતી મહિલાઓની લાંબી કતાર

મહિલાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગ કરી

પાણીની સૌથી મોટી સમસ્યાને લઈ કેટલીક મહિલાઓ કંટાળી ગઈ છે. જે ગામના બોરમાં પાણી આવે છે તેના TDSનું પ્રમાણ 1,100થી પણ વધારે હોવાથી પાણી પીવા લાયક નથી. ગામની હિનાબેન ચૌહાણએ એવું જણાવ્યું કે, 'આ ગામમાં રહેવા કરતાં મરી જવું સારું.' જેથી તેને રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

પાણી ભરવા મહિલાઓની કતાર
પાણી ભરવા મહિલાઓની કતાર
ST બસની સુવિધાનો અભાવ

પરવેટા ગામમાં 1થી 5ની શાળા આવેલી છે. વાલીઓને પોતાના બાળકોને વધારે અભ્યાસ કરાવવો હોય તો તેમણે નસવાડી, બોડેલી કે પછી વડોદરા મોકલવા પડતાં હોય છે. આ ગામમાં બસની સુવિધા ન હોવાથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, જેથી તાત્કાલિક બસ શરૂ કરવામાં આવે તેવી વિધાર્થીઓ તેમજ વાલીઓ માંગ કરી રહ્યા છે.

ગટર લાઇનનો અભાવ
ગટર લાઇનનો અભાવ
ચોમાસામાં પાણીનો નિકાલ ન હોવાથી ચારો તરફ પાણી ભરાતા ગ્રામનજોને મુશ્કેલીમાં

ગામની ભૌગોલિક સ્થિતીએ છે કે, વરસાદી પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં ગામમાં ચારો તરફ પાણી ભરાઈ જાય છે. જેને લઈ ગામમાંથી નીકળવું પણ મુશ્કેલી બન્યું છે. ગામની અનેક સમસ્યા છે, વારંવાર રજૂઆતો કરી પરંતુ કોઈ નિકાલ ન આવતા તંત્ર સામે આક્રોશ ઠાલવી રાહયા છે. વહીવટી તંત્ર તેમજ સરકાર તેમની વ્યથા સાંભળે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.