ETV Bharat / state

છોટાઉદેપુરમાં રેતીવાહક વાહનોને તાડપત્રી બાંધવી ફરજિયાત, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

author img

By

Published : Dec 9, 2019, 1:20 PM IST

છોટાઉદેપુર: જિલ્લામાં રેતી ખનન કરનારા પરવાનેદારોના ડમ્પર અને ટ્રક જેવા વાહનો દ્વારા રેતીની હેરાફેરી જિલ્લાના મુખ્ય રસ્તાઓ દ્વારા થાય છે. જેમાં સાધનમાંથી રેતી અને પાણી રસ્તામાં પડવાથી રસ્તામાં નુકસાન થઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી અધિક કલેક્ટરે જાહેર નામું બહાર પાડ્યું છે.

in-chhataudepur-the-railway-are-required-to-construct-a-tarpaulin-additional-collector-issued-notification
છોટાઉદેપુરમાં રેતીવાહક વાહનોને તાડપત્રી બાંધવી ફરજીયાત,અધિક કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

રેતી રસ્તામાં પડવાથી જાહેર સલામતી, શાંતિ અને અક્સ્માતનો ભય રાહદારીઓને સતાવી રહ્યો છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એસ. વસાવાએ જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં, રેતીવાહક વાહનોને ફરજિયાત તાડપત્રી બાંધવાનું કહેવામાં આવ્યું છે.

રેતીથી ઓવરલોડ તેમજ પાણી નીતરતી અવસ્થા વાળા વાહનોની રસ્તા પર અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. તેમજ ગુજરાત માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ અન્વયે રેતી ખનનના સમય તેમજ અન્ય તમામ કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ સજાને પાત્ર થશે.

Intro:છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનન કરનારા પરવાનેદારો ના ડમ્પર,ટ્રક,જેવા વાહનો દ્વારા રેતી હેરફેર જિલ્લાના મુખ્ય હાઈવે રોડ તેમજ કાચા પાક રસ્તા ઓ દ્વારા થાયછે.પાણી નીતરતા રેટિના વાહનો થી જિલ્લા ના રસ્તા ઓ ને ખૂબ નુકસાન થવા પામેલ છે.તેમજ રેતી ભરેલા વાહનો ઉપર તાડપત્રી બાંધેલ ન હોવાથી આવા વાહનો ને લીધે રસ્તા ઓ ને વ્યાપક પ્રમાણ માં નુકસાન અને રાહદારી ઓ ને અકસ્માત થવાનો ભય રહેલ છે.તેમજ જાહેરસલામતી,શાંતિ, અને રસ્તામાં અકસ્માત ન થાયતે માટે જાહેર જનતા ના હિત માં જિલ્લા માં આવા ભારદારી વાહનો ઉપર નિયમન કરવું જરૂરી છે.જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે .એસ.વસાવા એ એક જાહેર નામ દ્વારા રેતીવાહક વાહનો એ વાહન ઉપર તાડપત્રી ફરજીયાત બાંધવાની રહશે.

Body:રેતી થી ઓવેરલોડ તેમજ પાણી નીતરતી અવ
સ્થા વાળા વાહનો ની રસ્તા ઉપર અવર જવર ઉપર પ્રતિબંધ રહશે.તેમજ ગુજરાત માઇન્સ એન્ડ મિનરલ્સ એકટ અન્યવેના રેતી ખાનાનના સમય તેમજ અન્ય તમામ કાયદા નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.સદર અમલ 26.12.2019 સુધી રહશે.
આ હુકમ નો ભંગ કરનારા ને ભારતીય દંડ સાહિતા ની કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ સજા ને પાત્ર થશે
ઈ. ટી.વી.ભારત.અલ્લારખા પઠાણ.છોટાઉદેપુર.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.