ETV Bharat / state

આદિજાતી અને આરોગ્ય પ્રધાનની માનવતાભરી કામગીરીને લોકોએ બિરદાવી - આદિજાતી અને આરોગ્ય પ્રધાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નિમિષા બહેન સુથાર છોટાઉદેપુરમાં સખીમંડળની બહેનો સાથેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ નસવાડીમાં પુલના લોકાર્પણ કાર્યક્રમમાં(Dedication of bridge in Naswadi) જવા માટે નિકળ્યા હતા. રસ્તામાં યુવાનના અકસ્મતને જોતા તેમણે પોતાનો કાફલો રાકાવી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની આ કામગીરીને લોકોએ બિરદાવી છે.

આદિજાતી અને આરોગ્ય પ્રધાનની માનવતાભરી કામગીરીને લોકોએ બિરદાવી

author img

By

Published : Jul 1, 2022, 5:42 PM IST

છોટાઉદેપુરઃ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયપ્રધાન અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી નિમિષા બહેન સુથારનો આજે છોટાઉદેપુરમાં સખીમંડળની બહેનો માટે આયોજીત કેશ ક્રેડિટ અને સી.આઇ.એફ વિતરણ કાર્યક્રમ(Cash Credit Program Chhotaudepur)હતો. છોટા ઉદેપુર ખાતેનો કાર્યક્ર્મ પૂરો કરી તેઓ નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે પુલના લોકાર્પણ કાર્યક્રમમાં (Dedication of bridge in Naswadi)જવા માટે નિકળ્યા હતા.

બિરદાવી

આ પણ વાંચોઃ નવનિયુક્ત પ્રધાન નિમિષા સુથાર સાથે ખાસ વાતચીત

કવાંટ રોડ પર અકસ્માત - છોટાઉદેપુર કવાંટ રોડ પર ગાબડીયા ચોકડી પર એક અકસ્માતગ્રસ્ત યુવાન(Accident on Kwant Road)રોડની સાઇડમાં પડ્યો હતો. આ અકસ્માતગ્રસ્ત યુવાનને જોઇ નિમિષાબહેન સુથારે પોતાની ગાડી ઉભી રાખી યુવાન પાસે પહોંચી યુવાનને સાંત્વના પાઠવી હતી. તેમણે તેમની સાથે રહેલી પાયલોટીંગ વાનમાં યુવાનને સારવાર અર્થે લઇ જવાની સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ ખોટા આદિજાતિ પ્રમાણપત્ર મેળવી ચૂકેલા પ્રધાન નિમિષા સુથારને આદિજાતિ પ્રધાન પદેથી દૂર કરો : કોંગ્રેસ

હાજર સૌએ સરાહના કરી - વધુમાં તેમણે તેમના કાફલા સાથે ઉપસ્થિત રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરીને અકસ્માતગ્રસ્ત યુવાનની સારવારની જરૂરી વ્યવસ્થા કરી રિપોર્ટ આપવા માટે જણાવી તેઓ નસવાડી નાં કાર્યક્ર્મમાં જવા રવાના થયા હતાં. પ્રધાનના આ માનવતાભર્યા અભિગમની અકસ્માત સ્થળે હાજર સૌએ સરાહના કરી તેમના માનવતાભરી કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.