છોટા ઉદયપુર: ધાર્મિક માન્યતાઓ (Tribal religious beliefs) અને પોતાની બાધા પૂર્ણ કરવા માટે ગોળ ફેરીયા જેવા યંત્રમાં જીવ જોખમમાં મુકીને ખેલ ખેલતા આદિવસીઓની આ પરંપરા રાજા રજવાડા વખતથી ચાલી આવે છે. જેથી દેશ-વિદેશના લોકો આ મેળાને જોવાનું ચુકતા નથી.
રાજા રજવાડાના સમયથી પ્રચલીત પરંપરા: લોકવાયકા મુજબ આ પરંપરા રાજા રજવાડાના સમયથી પ્રચલીત છે. રૂમડિયા ગામની મધ્યમાં વર્ષો જુના એક ઝાડના થડનો સ્તંભ છે. જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે. એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડા ને પકડીને લટકે છે. જયારે બામણિયા ગોત્રના છ થી આઠ લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે. જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવામાં આવે છે. તેથી આ મેળાને ગોળ ફેરીયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: હિજાબ પહેરવા વાળી વિદ્યાર્થીનીનો રેકોર્ડ, 16 ગોલ્ડ મેડલ જીત્યા
200 વર્ષ કરતા વધુ સમયથી યોજવામાં આવે છે મેળો : આ મેળા પાછળ લોકોની માન્યતા રહી છે કે, પોતના ઇષ્ટ દેવને રીઝવવા તેમજ જે લોકો ગોલ ફેરિયુ ફેરવાની બાધા રાખી હોય અને ઈચ્છા પૂર્ણ થઈ હોય તે લોકો આભાર વ્યક્ત કરી ગોળ ફેરિયાની બાધા કરવા આવતા હોય છે.ગામ લોકોની માન્યતા છે કે, દર વર્ષે હોળીના ત્રીજા દિવસે લોકો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને બધામાંથી મુક્તિ મેળવે છે. તો ડામરિયા ગોત્રના પુરુષ ગોળ ફેરિયા પર લટકીને બાધા માંથી મુક્તિ મેળવે છે.
આ પણ વાંચો:The Kashmir Files creates history: 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બાહુબલી-2'નો તોડ્યો રેકોર્ડ
પરંપરાગત પોશાક: ગામની આજુ બાજુના લોકો પરંપરાગત પોશાકમાં ઢોલ વાંસળીના તાલ સાથે ગોલ ફેરિયાની ફરતે નાચગાન કરે છે. ગામ લોકો સાથે વાત કરતાં લોકો જણાવી રહ્યાં છે કે, એક વર્ષે સંજોગોવસાત ગોળ ફેરિયુ નહીં કરતા ગામમાં ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેથી હવે દર વર્ષે ગોળ ફેરિયાની પરંપરા નિયમિત રીતે યોજવામાં આવે છે. આ ગોળ ફેરિયા મેળામાં કોઈ પડી જાય તો પણ એને કશું થતું નથી તેવી આસ્થા સાથે આ મેળો 200 વર્ષ કરતા વધુ સમયથી યોજવામાં આવે છે