ETV Bharat / state

Counterfeit notes business: છોટાઉદેપુરના ખેડૂતને નકલી નોટો પધરાવી દેનાર ગુનેગારને પોલીસે ઝડપ્યો

author img

By

Published : Feb 12, 2022, 6:57 PM IST

Updated : Feb 12, 2022, 7:35 PM IST

કવાંટના ખેડૂતને 5 લાખ 40 હજારની નકલી નોટો પધરાવી છેતરપિંડી કરનાર વડોદરાનો કુખ્યાત આરોપીને છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી સામે આગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ગિરફતમાં આવેલ રીઢા ગુનેગાર નકલી નોટો ક્યાંથી લાવ્યો નકલી નોટોનો કારોબાર ક્યાં અને કેવી રીતે ચાલી રહ્યો છે એને અન્ય કોની કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Counterfeit notes business: છોટાઉદેપુરના ખેડૂતને નકલી નોટો પધરાવી દેનાર ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો

છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામના ખેડૂત વેપારી લાલુભાઈ ગમતીયાભાઈ પાસેથી અનિલ મુલચંદ ગંગવાનીએ પ્રથમ બમણા ભાવના રૂપિયા 50 હજાર રોકડા એડવાન્સ આપી ભૂસાની ખરીદી કરી વિશ્વાસ(Farmer of Kwant taluka gave fake notes ) કેળવ્યો હતો. ત્યારબાદ 5 લાખ 40 હજાર 500નો ભૂસો ઉધારમાં ખરીદયો હતો. લાલુભાઈએ પૈસાની ઉઘરાણી કરતાં અનિલે રાત્રે ગામે જઈ 500ની 1081 ડુપ્લીકેટ ચલણી નોટો પધરાવી ફરાર થઈ ગયો હતો. ખેડૂત વેપારીને નોટો નકલી હોવાનું ખબર પડતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને જ્યારે અનિલનેે ફોન ઉપર વાત કરી તો અનિલે " હું વડોદરાનો ડોન છું કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

ખેડૂતને નકલી નોટો આપી

આરોપી સામે આગાઉ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા

સમગ્ર બનાવ અંગે લાલુભાઈએ પાનવડ પોલીસ(Chhota Udepur LCB Police ) મથકમાં ફરિયાદ( Counterfeit notes racket in Chhota Udepu )નોંધાવતા છોટા ઉદેપુર SOGની ટીમે(Team of Chhota Udepur SOG) કુખ્યાત આરોપીની વડોદરામાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ ભાગવા જતાં આરોપીને પગમાં ઈજાઓ પહોંચી છે. આ આરોપી સામે આગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ગિરફતમાં આવેલ રીઢા ગુનેગાર નકલી નોટો ક્યાંથી લાવ્યો નકલી નોટોનો કારોબાર(Counterfeit notes business) ક્યાં અને કેવી રીતે ચાલી રહ્યો છે એને અન્ય કોની કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ છોટા ઉદેપુરના ખેડૂતને 5 લાખની નકલી નોટો પધરાવી દેવાઈ

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો

આ અંગે છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા સહીત ઘણી જગ્યાએ ગુનાહિત રેકોર્ડ ધરાવતા આરોપી એન્થોનીની છોટા ઉદેપુર LCB પોલીસની ટીમ વડોદરા ધરપકડ કરવા ગઈતો પોલીસને જોઈને આરોપી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીને ઝડપી પાડી જ્યુડીસિયલકસ્ટડી સમક્ષ રજુ કરવામાં આવશે અને આ નકલી નોટો કયાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં 200ના દરની નકલી નોટો બેંકમાં જમા કરાવનાર આરોપીઓ રાજકોટથી ઝડપાયા

Last Updated : Feb 12, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.