ETV Bharat / state

છોટા ઉદેપુર ખાતે પોલીસ અધિકારીઓને આપાઇ કોરોના વેક્સિન - ધરમેન્દ્ર શર્મા

કોરોના સામે રક્ષણના એકમાત્ર ઉપાય એવાં કોરોના રસીકરણ છોટા ઉદેપુર જિલ્લામાં જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના વડા અધિકારીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને લોકોને પણ રસી લેવા માટેનો અનુરોધ કર્યો હતો.

Chhota Udepur
Chhota Udepur
author img

By

Published : Feb 2, 2021, 5:17 PM IST

  • છોટા ઉદેપુર જિલ્લા કલેકટરે વેકસિનનો ડોઝ લીધો
  • છોટા ઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીએ પણ વેકસિન લીધી
  • છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડાએ પણ કોરોના રસી લીધી

છોટા ઉદેપુર : જિલ્લાની જનરલ હોસ્પિટલના કોવિડ વેક્સિનના વૉર્ડમાં છોટા ઉદેપુરના જિલ્લા કલેક્ટર સુજલમ યાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા ધરમેન્દ્ર શર્મા અને Dysp એ. વી. કાટકાર, જે. જી. ચાવડાએ કોરોનાની રસી લીધી હતી. છોટા ઉદેપુર જિલ્લામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લાના વડા અધિકારીઓએ રસી મૂકાવીને પ્રોત્સાહિત કર્યા છે.

છોટા ઉદેપુર ખાતે પોલીસ અધિકારીઓને આપાઇ કોરોના વેક્સિન

અન્ય અધિકારીઓને પણ વેક્સિન આપવાની કામગીરી કાર્યરત

ઉલ્લેખીય છે કે, તમામ અધિકારીઓને કોરોના વેકસિન આપ્યા બાદ અડધો કલાક સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમને કોઈપણ પ્રકારની તકલીફ થઈ ન હતી. મંગળવારના રોજ છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પોલીસના જવાન, હોમગાર્ડ અને અન્ય અધિકારીઓને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓ દ્વારા વેક્સિન લીધા બાદ વી. ફોર વેક્સિનનો સિમ્બોલ હાથ ઊંચો કરીને બતાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.