ETV Bharat / state

છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામ સિંહ રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ (the President of Chhota Udepur Municipality) તરીકે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના સંગ્રામસિંહને પૂર્વ સત્તાધારી પક્ષ બસપા અને અપક્ષોનો સાથ મળતા BJPને સત્તાથી દૂર રાખવામાં સફળતા મળી છે

author img

By

Published : Nov 24, 2021, 3:48 PM IST

છોટા ઉદેપુર નગર પાલિકા પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામ સિંહ રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા

  • સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા
  • પ્રથમ અઢી વર્ષ બસપાના નેહા જયસ્વાલ પ્રમુખ રહ્યા
  • છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદમાં

છોટાઉદેપુર: સતત દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદોમાં રહેતી છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ (the President of Chhota Udepur Municipality) તરીકે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા (Congress' Sangram Singh Rathwa )ની બિનહરીફ વરણી થઈ છે. અગાઉ સત્તાધારી બસપાના જ પ્રમુખ અને ઉપપ્રમુખને કોંગ્રેસ, ભાજપ એકસાથે આવી અપક્ષો અને ખુદ બસપાના બે સભ્યોને સાથે લઈ સત્તાથી દૂર કર્યા અને હવે બસપાએ કોંગ્રેસને ટેકો આપી BJPને સત્તાથી દૂર રાખ્યા છે. પાલિકા (Chhota Udepur Municipality)ના ચૂંટાયેલા સભ્યોની વાત કરીએ તો કુલ 28 પૈકી બસપાના 09, કોંગ્રેસના 08, બીજેપી 04, બિટીપી 02 અને અપક્ષો 05 છે. કોંગ્રેસના દિગગજ અને રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાના સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસમાં હર્ષની લાગણી વર્તાઈ રહી છે.

છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદમાં

છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ માટે વિવાદમાં છે. પ્રથમ અઢી વર્ષ બસપાના નેહા જયસ્વાલ અપક્ષોના ટેકાથી પ્રમુખ તરીકે શાસનમાં રહ્યા, જેમાં કોંગ્રેસ અને બીજેપી બન્નેને સત્તાથી દૂર રખાયા હતાં. અઢી વર્ષ બાદ બસપાના નરેન જયસ્વાલ કોંગ્રેસના બીનશરતી ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાયા, પરંતુ નરેન જયસ્વાલને પ્રમુખ તરીકે એકવર્ષ પણ પૂર્ણ ના થયું અને બસપામાં જ આંતરિક વિખવાદ ને લઈ તેમના ઉપર અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી જે બાબતે નરેન જયસ્વાલે કોર્ટના દરવાજા ખખડાવતા તેઓ પ્રમુખ પદે યથાવત રહ્યા પરંતુ તેમના ઉપર થયેલી પોલીસ ફરિયાદોનો હવાલો આપી પ્રાદેશિક કમિશ્નરે નરેન જયસ્વાલને સસ્પેન્ડ કર્યા હતાં.

સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા

પ્રમુખ સસ્પેન્ડ થતાં બસપાના ઉપ પ્રમુખ ચાર્જમાં આવ્યા, પરંતુ ત્યારબાદ કોંગ્રેસ ભાજપ સાથે અપક્ષો અને ખુદ બસપાના જ બે સભ્યોએ ઉપપ્રમુખ જાકિરભાઈ દડી સામે અવિશ્વાસ પ્રસ્તાવ પારીત કર્યો. દરમિયાન કોર્ટના નિર્ણયને લઈ સસ્પેનશન દૂર કરાઈ ફરી સત્તામાં આવેલા નરેન જયસ્વાલ સામે પણ કોંગ્રેસ ભાજપ, અપક્ષો અને બસપાના બે સભ્યોએ ભેગા મળી અવિશ્વાસ પસાર કરાવી પ્રમુખપદ ઉપરથી હટાવવામાં આવ્યા. સત્તાની આ ઉઠા પઠકમાં BJP એ BTPના સભ્યને BJP સામેલ કરી ઉપ પ્રમુખ બનાવી દીધા. અને પ્રમુખ માટે પણ BJPના સમર્થનવાળો સભ્ય ચૂંટાઈ આવે તેવા પ્રયાસો કરાયા, પરંતુ BSPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લેતાં આખરે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ પણ વાંચો: ચીસાડીયા જિલ્લા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતા પ્રતિસ્પર્ધી રસિકભાઈ રાઠવાનો વિરોધ

આ પણ વાંચો: છોટા-ઉદેપુરનાં ઉચાકલમ અને તરગોળ મતદાન મથક પર માત્ર એક મત પડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.