ETV Bharat / state

બોડેલી એપીએમસી ખાતે મુખ્યપ્રધાને 613.19 કરોડના વિકાસ કામોનું કર્યુ ખાતમુહૂર્ત - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઉપસ્થિત રહી છોટાઉદેપુર જિલ્લામાં પૂર્ણ થયેલ રૂપિયા ૧૬૬.૦૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૪૭૭.૦૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ds
ds
author img

By

Published : Jan 12, 2021, 9:53 AM IST

  • કોરોના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે- વિજય રૂપાણી
  • કોરોના કાળના છેલ્લા પાંચ જ માસમાં રૂપિયા 25 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો લાભાર્થીઓ સાથે લાગણીસભર સંવાદ

છોટાઉદેપુરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રૂપિયા ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂપિયા ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો તેમાં સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સગર્વ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂપિયા 25 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.

બોડેલી એપીએમસી ખાતે મુખ્યપ્રધાને 613.19 કરોડના વિકાસ કામોનું કર્યુ ખાતમુહૂર્ત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેના સંવાદ દરમિયાન ભાવવિભોર થયા લાભાર્થીઓ

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાામાં રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત થયેલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ લાગણસભર દ્રશ્ય સર્જાયા હતા.

કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ વિધાયક શંકરભાઇ રાઠવા, વેચાતભાઇ રાઠવા,જયંતિભાઇ રાઠવા, અગ્રણી રશ્મીકાંતભાઇ વસાવા, સભ્ય સચિવ મયુરભાઇ, મહેતા પદાધિકારીઓ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.