છોટાઉદેપુર: વિશ્વમાં મહામારી ફેલાવનાર કોરોનાનું એપી સેન્ટર બનેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ગત પાંચમી એપ્રિલે સૌપ્રથમ કોરોનાનો ભોગ બનેલા 60 વર્ષના વૃદ્ધ કિફાયતતુલ્લા ખત્રીને તંત્ર દ્વારા ગોત્રી વડોદરા ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
જ્યાંં સારવાર લઇ કોરોનાને માત આપી રવિવારે રાત્રે તેઓ બોડેલી પોતાના સ્વગૃહે પરત ફર્યા હતા. ત્યારે કવોરેન્ટાઇન કરાયેલા વિસ્તારમાં એક ઘરના વ્યક્તિઓએ તેમને તાળી પાડી આવકાર્યા હતા.
બોડેલી આરોગ્ય વિભાગએ જણાવ્યું હતું કે કોરોનાને હરાવીને સ્વગૃહે પરત ફરેલા બોડેલીના 60 વર્ષીય વૃદ્ધને હાલ 14 દિવસ માટે કવોરોન્ટાઇન હેઠળ રાખવમાં આવશે.